તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષમાં લોકલ ટ્રેન બધા માટે ચાલુ થાય તેની ઉત્સુકતાથી વાટ જોવાઈ રહી છે. 10 જાન્યુઆરી સુધી લોકલ ટ્રેનમાં બધાને પ્રવાસ કરવા દેવાની છૂટ આપવાની અપેક્ષા છે, પરંતુ સરકારે લોકડાઉનની મુદત 31મી જાન્યુઆરી સુધી વધારી દીધી છે અને મુંબઈમાં સ્કૂલો અને કોલેજોને પણ 15મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાથી લોકલ ટ્રેન વહેલી શરૂ થાય એવાં ચિહનો દેખાતાં નથી.
આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આ અંગે જણાવ્યું હતું કે નવા વર્ષ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા કેટલી થશે તે પહેલાં જોવામાં આવશે. જો આ સંખ્યા મોટે પાયે વધે નહીં તો જ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે રેલવે સેવા પૂર્વવત કરવા વિચાર કરશે. તેઓ આ બાબતે હકારાત્મક છે. મુંબઈની રેલવે મુંબઈગરાની જીવાદોરી છે. તં બંધ હોવાથી સામાન્ય માણસોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેની અમને પણ જાણ છે, એમ તેમણે જણાવ્યું હતું.
હાલમાં ફક્ત જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા હોય તેમને જ લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત સર્વ મહિલાઓ પણ પ્રવાસ કરી શકે છે, પરંતુ સામાન્ય માણસો માટે સેવા ઉપલબ્ધ નહીં હોવાથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. વાહનો છે તેઓ વાહન લઈને નીકળી પડે છે, પરંતુ વાહન નથી તેમની હાલત કફોડી બને છે. બસમાં પ્રવાસમાં ખાસ્સો સમય જાય છે, જેને લીધે તેઓ હેરાન છે.
દરમિયાન બ્રિટનમાં નવા પ્રકારનો વાઈરસ ફેલાયો હોવાથી દુનિયાભરમાં ફરીથી ચિંતા પ્રસરી છે. ખાસ કરીને બ્રિટનથી ભારતમાં આવેલા પ્રવાસીઓ નવા પ્રકારનો વાઈરસ લઈને આવ્યા નથી ને તેની ચિંતા છે. આને કારણે દરેક રાજ્યમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. ટોપેએ જણાવ્યું હતું કે મેં ડો. વર્ષા પોતદાર જોડે રૂબરૂ વાત કરી છે. બ્રિટનમાંથી મહારાષ્ટ્રમાં આવેલા પ્રવાસીઓમાં નવા પ્રકારનો વાઈરસ જણાયો નથી. હમણાં સુધી તપાસવામાં આવેલા નમૂનામાંથી એકેય નવો કેસ મહારાષ્ટ્રમાં મળી આવ્યો નથી. ચેન્નાઈ, દિલ્હીમાં આવા દર્દીઓ મળી આવ્યા છે. દોકે મહારાષ્ટ્રમાં આવેલા પ્રવાસીમાંથી કોઈને નવા પ્રકારનો વાઈરસ લાગુ નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.