મુંબઈમાં 14 જૂનથી વધુ છૂટછાટ:લોકલની સુવિધા પણ શરૂ થઈ શકે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવિટી રેટ વધ્યો અને ઓક્સિજન બેડ ઓક્યુપન્સી ઘટી ગઈ

રાજ્યમાં વારંવાર લોકડાઉન અને અનલોક કરવા નહીં પડે તે માટે ઠાકરે સરકારે પંચસ્તરીય સૂત્ર તૈયાર કર્યું છે. નિયંત્રણો વધારવા કે હળવાં કરવાનો નિર્ણય લેવા માટે કોરોનાની પરિસ્થિતિ અનુસાર પાંચ સ્તર તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે નિયમાવલી તૈયાર કરી હોઈ અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ અનુસાર મુંબઈગરાને 14 જૂનથી મોટો દિલાસો મળી શકે છે. હાલ મુંબઈ ત્રીજા સ્તરે છે, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી નવી આંકડાવારી અનુસાર મુંબઈ પ્રથમ સ્તરમાં આવી શકે છે, જેને લઈ મુંબઈ સંપૂર્ણ અનલોક થવાનો માર્ગ મોકળો બન્યો છે. મહાપાલિકા દ્વારા એક-બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ અઠવાડિયાના બધા જિલ્લાના પોઝિટિવિટી રેટની અને ઓક્સિજન બેડ ઓક્યુપન્સીની યાદી સરકારે જાહેર કરી છે. તેમાં પ્રથમ સ્તરે આવવા માટે મુંબઈ અને મુંબઈ ઉપનગરનો પોઝિટિવિટી દર પાંચ ટકાના નિર્ધારિતસામે 4.40 ટકા સુધી નીચે આવ્યો છે. ઉપરાંત ઓક્સિજન બેડ ઓક્યુપન્સી દર નિર્ધારિત 25 ટકાને બદલે 27.12 ટકા સુધી નીચે આવ્યો છે. આથી 14 જૂન સુધી મુંબઈમાં સ્થિતિ વધુ સારી થઈને સંપૂર્ણ અનલોક થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવાની જવાબદારી મહાપાલિકા પર સોંપી છે.આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન વિભાગના મુખ્ય સચિવ અસીમ ગુપ્તાએ જણાવ્યું કે નવી યાદી અનુસાર 14 જૂનથી કયો જિલ્લા કયા સ્તરે આવે છે તે જાહેર કરાશે, જે મુજબ વધુ છૂટછાટ અપાશે.

કયા નિયંત્રણો હળવાં થઈ શકે છે
પ્રથમ સ્તરમાં આવતા જિલ્લામાં બધી દુકાનો પૂર્વવત ચાલુ કરી શકાશે. મોલ્સ, થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ, નાટ્યગૃહ પણ નિયમિત અનુસાર શરૂ કરી શકાશે. રેસ્ટોરાં પણ ચાલુ કરી શકાશે. લોકલ સેવા પૂર્વવત થશે. જોકે સ્થિતિ અનુસાર આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અંતિમ નિર્ણય લેશે. જાહેર સ્થળ, મેદાનો ખુલ્લાં થશે. વોકિંગ, સાઈકલિંગને પરવાનગી અપાશે. ખાનગી કાર્યાલયો શરૂ કરવાની છૂટ રહેશે. સરકારી કાર્યાલયો પણ 100 ટકા કર્મચારી ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. વિવિધ રમત, શૂટિંગ, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમ, મનોરંજન કાર્યક્રમની છૂટ રહેશે. લગ્નસમારંભ, અંતિમવિધિ, બેઠકો, ચૂંટણીઓ પણ કોઈ નિયંત્રણો નહીં રહેશે. જિમ, સલૂન, બ્યુટી પાર્લર, સ્પા, વેલનેસ સેન્ટર્સને પણ પરવાની અપાશે. જાહેર પરિવહન સેવા પૂર્વવત શરૂ થશે. જમાવબંધી પણ ઊઠી જશે.

અન્ય સમાચારો પણ છે...