તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Liquor Seller In Chandrapur Worships Minister's Photo And Recites Aarti, Happy To Lift Liquor Ban In Chandrapur After Six Years

નિર્ણય:ચંદ્રપુરમાં દારૂ વિક્રેતાએ મંત્રીના ફોટાની પૂજા કરી આરતી ઉતારી,છ વર્ષ બાદ ચંદ્રપુરમાં દારૂબંધી ઉઠાવવાની ખુશી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદર્ભના ચંદ્રપુર જિલ્લામાં છ વર્ષ પછી આખરે દારૂબંધી ઉઠાવવામાં આવી છે. 8 જૂને આ બાબતે રાજ્ય સરકારે શાસન નિર્ણય જારી કરીને અધિકૃત મહોર લગાવી હતી. આથી કોરોનાના કડક નિયંત્રણો હટાવ્યા પછી જિલ્લામાં બંધ થયેલી દારૂની દુકાનો, બાર અને રેસ્ટોરાં શરૂ થવાના છે. આનાથી ખુશ ચંદ્રપુરના એક દારૂના વિક્રેતાએ મંત્રી વિજય વડેટ્ટીવારના ફોટોની પૂજા- આરતી કરવાનું શરૂ કર્યું છે.

આ જિલ્લામાંછ વર્ષ દારૂબંધી હતી. દારૂબંધી કરવાં માટે અમુક કારણો આપવામાં આવ્યાં, જ્યારે તે ઉઠાવવા માટે પણઅમુક કારણોનો આધાર આપવામાં આવ્યો. આથી વાસ્તવમાં દારૂબંધીનાં નિયંત્રણો હટાવ્યા પછી જિલ્લા પ્રશાસન સામે અનેક પડકારો ઊભા રહેવાના છે. અહીં દારૂબંધી ઉઠાવ્યા પછી સરકાર પર સામાન્ય જનતા રોષે ભરાઈ છે. જોકે દારૂ વિક્રેતાઓમાં ખુશીનો માહોલ છે.ચંદ્રપુરના પાલકમંત્રી વિજય વડેટ્ટીવાર અમારે માટે દેવ છે. તેમને લીધે જ અમારો ધંધો ફરીથી શરૂ થઈ શક્યો છે. જે તમને જિવાડે તે જ સાચો દેવ હોય છે, એમ કહીને એક દારૂ વિક્રેતાએ વડેટ્ટીવારની પૂજા- આરતી શરૂ કરી છે.

ભાજપે નિર્ણય લીધો હતો : ચંદ્રપુર જિલ્લામાં દારૂબંધી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ફડણવીસ સરકારના મંત્રીમંડળની બેઠકમાં જાન્યુઆરી 2015માં લેવાયો હતો. રાજ્યના વર્ધા અને ગડચિરોલી જિલ્લા પછી ચંદ્રપુર દારૂબંધી ઘોષિત કરાયેલો ત્રીજો જિલ્લો છે. આ જિલ્લામાં દારૂબંધી લાગુ કરવાથી સરકારને એકસાઈઝ ડ્યુટીના રૂપમાં મળતા રૂ. 300 કરોડ પર પાણી છોડી દેવું પડ્યું હતું. નાણાં ખાતાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે તત્કાલીન નાણાં મંત્રી સુધીર મુનગંટીવારે ચૂંટણીકાળમાં દારૂબંધીનું આશ્વાસન આપ્યું હોવાથી તેનો અમલ કર્યો હતો. આને કારણે દારૂ પીનારા અને દારૂવાળા નારાજ હતા, પરંતુ સામાન્ય જનતામાં ખુશી હતી. હવે દારૂબંધી ઉઠાવતાં સામાન્ય જનતા સરકાર પર નારાજ છે. વિરોધ આંદોલન પણ શરૂ કર્યાં છે.

બંધીમાં પણ દારૂ વેચાતો
દારૂબંધીના સમયગાળામાં અનધિકૃત રીતે દારૂ વેચવાનું મોટું રેકેટ ચાલતું હતું. તે માધ્યમથી ગામડે ગામડે દારૂ વેચવાની યંત્રણા તૈયાર થઈ હતી. જિલ્લામાં દારૂબંધી હતી ત્યાં બેગણા ભાવે દારૂનું વેચાણ થતું હતું, જેને લીધે અનધિકૃત ધંધો કરનારને ચાંદી હતી. આ સાથે નકલી દારૂ બનાવવાનું રેકેટ પણ શરૂ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...