શિક્ષણ:મુખ્ય મંત્રીને પાંચમા ધોરણના વિદ્યાર્થીનો શાળા શરૂ કરવા પત્ર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મંત્રીજી, અમે કાળજી રાખીશું, તમે શાળા શરૂ કરો : કૌસ્તુભ પ્રભુ

કોરોનાની ત્રીજી લહેરનો ચેપ ઓછો કરવા માટે રાજ્યભરની શાળાઓ ફરીથી બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓને અનેક કારણોસર ઓનલાઈન શિક્ષણ લેવાનું શક્ય નથી. આથી પાંચમા ધોરણના એક વિદ્યાર્થીએ સીધા જ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને શાળા શરૂ કરવાની વિનંતી કરી છે. શાળા બંધ હોવાથી અમારું નુકસાન થઈ રહ્યું છે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

સોલાપુર ખાતે કેન્દ્રીય વિદ્યાલય, સેન્ટ્રલ રેલવે સ્કૂલના પાંચમા ધોરણના વિદ્યાર્થી કૌસ્તુભ પ્રભુએ ઠાકરેને પત્ર લખ્યો છે. ઓનલાઈન શિક્ષણને મર્યાદાઓ છે. આ વ્યથા તેણે પત્રમાં વ્યક્ત કરી છે. પત્રમાં કૌસ્તુભ લખે છે, તમે અમારા આરોગ્યની કાળજીથી પ્રત્યક્ષ શાળાઓ બંધ કરી છે. જોકે ઓનલાઈન શિક્ષણ અંતરિયાળ વિસ્ચતારોમાં સુવિધાને અભાવે શક્ય નથી.

ઓનલાઈન શિક્ષણને લીધે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષકો અનુભવી હોવા છતાં શીખવવામાં મર્યાદાઓ આવે છે. આ વિષયોનો અમારો શૈક્ષણિક પાયો મજબૂત થતો નથી.તમે કહ્યું હતું કે સાગમટે બધી શાળા બંધ નહીં કરાશે, પરંતુ હવે તમે જ બધી શાળાઓ સાગમટે બંધ કરી દીધી છે. તમે આ રીતે અચાનક નિર્ણય કેમ બદલ્યો. અમે પોતાના આરોગ્યની યોગ્ય કાળજી લઈને શાળામાં આવવા ઉત્સુક છીએ. તમે પ્રત્યક્ષ શાળા શરૂ કરવાનો નિર્ણય વહેલી તકે લો, એમ પત્રમાં જણાવ્યું છે.

શાળા સંગઠનનો પણ ઠાકરેને પત્ર
મહારાષ્ટ્ર ઈન્ગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ એસોસિયેશન (મેસ્ટા) સંસ્થાએ પણ ઠાકરેને આ સંબંધમાં પત્ર લખ્યો છે. રાજ્યના ગરીબ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ માટેનાં સાધનો ઉપલબ્ધ નથી. આથી શાળાઓ બંધ નહીં કરો એવી માગણી મેસ્ટાએ મુખ્ય મંત્રી, શિક્ષણ મંત્રીને પત્ર દ્વારા કરી છે.

અન્ય સમાચારો પણ છે...