તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શિવસેનાના વધુ એક નેતાનો કોંગ્રેસના વિધાનસભ્ય પર ગંભીર આરોપ કરતો પત્ર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના વિધાનસભ્ય પર માજી મંત્રી વિજય શિવતારેએ લાભ ખાટવાનો આરોપ કર્યો

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ દ્વારા શિવસેનાના જ નેતાઓ અને કાર્યકરોને ફોડવામાં આવી રહ્યા હોવાથી ભાજપ સાથે ફરીથી યુતિ કરવા વિચારવું જોઈએ એવો લેટરબોમ્બ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો તેને લઈ રાજકારણમાં મચેલો ખળભળાટ હજુ શમ્યો નથી ત્યાં શિવસેનાના વધુ એક નેતા અને રાજ્યના માજી મંત્રી વિજય શિવતારેએ હવે કોંગ્રેસના વિધાનસભ્ય પર ગંભીર આરોપો કરતો પત્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે, જેને કારણે શિવસેનામાં આખરે શું ચાલી રહ્યું છે એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે.

શિવતારેએ પુણે જિલ્લાના પુરંદર હવેલી મતવિસ્તારના વિધાનસભ્ય સંજય જગતાપ પર લાભ ખાટવાનો આરોપ કર્યો છે. પુરંદર તાલુકાના ગુંજવણી ડેમના ઉદઘાટન પરથી શિવતારેએ જગતાપ પર નિશાન સાધ્યું છે. રાજ્ય મંત્રીપદના કાળમાં બહુ મહેનતથી મેં પુરંદર, ભોર અને વેલ્હા એમ ત્રણ તાલુકાઓમાં વરદાનરૂપ ગુંજવણી ડેમ પૂરો કર્યો હતો. મેં પુરંદર તાલુકામાં પણ જળવાહિનીના કામની શરૂઆત કરી હતી.

જોકે આ કામોમાં સતત અવરોધ લાવવાનું કામ જગતાપ કરી રહ્યા છે. તોંડલ ખાતે કામ શરૂ કર્યા પછી અધિકારીઓને ધમકાવીને કામ બંધ કરવાની સૂચના પણ તેમણે આપી હતી. કામનું ભૂમિપૂજન પોતાને હાથે થાય એવો તેમનો આગ્રહ હોય તેમ જણાય છે, એવો ગંભીર આરોપ શિવતારેએ કર્યો છે.

રાઉત ત્રીજી વાર ઠાકરે પાસે પહોંચ્યા
આઘાડીમાં ઓલ ઈઝ વેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી પડદા પાછળ કશું રંધાઈ રહ્યું છે એવું કહેવાય છે, કારણ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત સોમવારે ફરી એક વાર ઠાકરેને મળવા ગયા હતા. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસ્થાન વર્ષા ખાતે રાઉત ત્રીજી વાર ઠાકરેને મળવા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...