તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ઓછા માર્કસ આવતાં ભાગેલી વિદ્યાર્થીની મળી

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પરીક્ષામાં ઓછા માર્કસ આવતાં ઘરમાંથી ભાગી ગયેલી 15 વર્ષની થાણેના ચિતલસર ખાતેની વિદ્યાર્થિનીને ક્રાઈમ બ્રાન્ચની વાગળે એસ્ટેટ યુનિટે એક કલાકમાં શોધી કાઢી છે. બુધવારે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી.તેનાં માતા- પિતાને લાગ્યું કે કોઈકે ફસાવીને તેમની દીકરીનું અપહરણ કર્યું છે. આ અંગે ફરિયાદ નોંધાતાં જ પોલીસ ટીમ સક્રિય બની હતી. વિદ્યાર્થિનીને ભિવંડીના સાઈબાબા મંદિર નજીક તેની બહેનપણીના ફ્લેટમાંથી કબજામાં લેવામાં આવી હતી. અહીં તેની અન્ય બહેનપણીઓ અને ફ્રેન્ડ્સ ભેગાં થયાં હતાં.

પરીક્ષામાં ઓછા માર્કસ આવતાં ભયભીત થઈને તે ઘર છોડીને બહેનપણી પાસે જતી રહી હતી એમ જણાવ્યું હતું.વિદ્યાર્થિનીનાં માતા- પિતાને બોલાવીને તેમની પુત્રીનો સુરક્ષિત રીતે કબજો આપવામાં આવ્યો હતો. ચિતલસર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો