ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે લીંબુ જરૂરી છે. ભોજનને પચાવવા માટે લીંબુ ઘણું ઉપયોગી છે. આમ તો છૂટ મળતા લીંબુ અત્યારે ઓછા જોવા મળી રહ્યા છે. લીંબુના ભાવ ગગનને આંબી રહ્યા હોવાથી સામાન્ય ગ્રાહકો અને હોટેલમાલિકને ખરીદવા પરવડતા નથી. બીજી તરફ સખત ગરમીના કારણે પાક પર અસર થઈ છે.
એક નાના લીંબુ માટે 10 રૂપિયા ચુકવવા પડે છે. તેથી હવે હોટેલમાં નાસ્તો કે ભોજન સાથે સામાન્ય રીતે પીરસવામાં આવતા લીંબુ ગાયબ થયા છે. હોટેલમાં રાઈસ પ્લેટ કે પંજાબી ડિશીઝ સાથે લીંબુ ખાસ આપવામાં આવે છે. જમી લીધા બાદ આપવામાં આવતા ફિંગરબાઉલમાં પણ લીંબુના ટુકડા નાખવામાં આવે છે. અત્યારે આ બંને બાબતમાંથી લીંબુ ગાયબ થયા છે.
માર્કેટમાં લીંબુના એક ક્રેટ માટે 500 થી 700 રૂપિયા ચુકવવા પડે છે. આ દર કોઈને પરવડતો નથી. આમ તો પચાસ પૈસા કે એક રૂપિયામાં મળતું લીંબુના દર અત્યારે 10 રૂપિયા કે એનાથી વધારે થયા છે. મોટા આકારના લીંબુના દર 15 થી 20 રૂપિયા છે. બજારમાં સસ્તા અને લોકપ્રિય પીણાં તરીકે જાણીતા લીંબુ શરબતના દર બમણા થયા છે. લીંબુના દર જોતા સોશિયલ મીડિયામાં પણ જાતજાતના મિમ્સ પોસ્ટ થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.