તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગની તસ્કરી:વિધાનસભ્યો- સાંસદોના ફોન ટેપઃ ઉચ્ચ તપાસ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગની તસ્કરી કરતા હોવાનું બતાવી ફોન ટેપ કર્યો

કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ મંગળવારે વિધાનમંડળમાં ફોન ટેપિંગનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. 2016-17માં રાજ્યના વિધાનસભ્યો અને સાંસદોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. સમાજવિઘાતક કૃતિઓ પર અંકુશ લાવવાને નામે ફોન ટેપ કરવામાં આવ્યા હતા. આ માટે મારો ફોન નંબર અમજદ ખાન નામથી ટેપ કરવામાં આવ્યો. આ ફોન ટેપિંગ કોના આદેશથી થયા હતા, તેની પાછળ સૂત્રધાર કોણ છે તેની તપાસ કરવાની માગણી તેમણે સભાગૃહમાં કરી હતી.

પટોલેએ જણાવ્યું કે ડ્રગની તસ્કરી કરતો હોવાનું બતાવીને મારો ફોન ટેપ કરવામાં આવ્યો હતો. નંબર મારો અને અમજદ ખાન એવું મુસ્લિમ નામ રાખવામાં આવ્યું હતું. મુસ્લિમ ધર્મનું નામ આપીને હિંદુ મુસ્લિમ વિવાદ નિર્માણ કરવાનું રાજકારણ કરવાનું હતું કે કેમ, મારી સાથે અન્ય અમુક લોકપ્રતિનિધિના ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા. આ રીતે લોકપ્રતિનિધિના ફોન ટેપ કરવા તે બધાને માટે ખતરાની ઘંટડી સમાન છે. લોકપ્રતિનિધિઓને જાહેર જીવનમાંથી બરબાદ કરવાનું કામ કરવાનો આ પ્રયાસ છે. સભાગૃહમાં તમારો અનિલ દેશમુખ કરીશું, ભુજબળ કરીશું એવી ધમકીઓ આપવામાં આવી છે તે લોકશાહી માટે ઘાતક છે.

આ સમયે રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે જણાવ્યું કે ફોન ટેપિંગ કરવા તે ગંભીર બાબત હોઈ આવા પ્રકરણમાં રીતસર પરવાનગી લેવાની જરૂર હોય છે, પરંતુ તે પ્રક્રિયા આ પ્રકરણમાં પાર પાડવામાં આવી હોય તેવું દેખાતું નથી. આ પ્રકરણે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...