તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાજપ દ્વારા વિધાન ભવનની બહાર પ્રતિવિધાનસભા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 વિધાનસભ્યોના સસ્પેન્શનનો વિરોધ

રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં ધક્કામુક્કી, ગાળાગાળીને મુદ્દે ભાજપના 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેનો વિરોધ કરવા માટે સત્રના બીજા અને છેલ્લા દિવસે ભાજપ દ્વારા વિધાન ભવનની બહાર પ્રતિવિધાનસભા ભરાવવામાં આવી હતી.ભાજપના વિધાનસભ્યો મંગળવારે વિધાનસભામાં ગયા જ નહોતા. તેને બદલે તેમણે વિધાનભવનની બહાર પગથિયાં પર પ્રતિવિધાનસભા ભરાવી હતી. તેના અધ્યક્ષ કાલીદાસ કોલંબકર બન્યા હતા. બીજી બાજુ વિધાનસભાનું કામકાજ પણ અંદર ચાલતું હતું.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, એમપીએસસીના પ્રશ્ન હોય કે આ પ્રશ્નો પર અવાજ ઉઠાવવામાં આવ્યો તો અધ્યક્ષ મહોદયે ખોટા આરોપ હેઠળ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરી દીધા. ખુરશી પર બેસીને જે બન્યું જ નહીં તે આરોપ કરવામાં આવ્યા. આથી આજે હું પ્રતિવિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરી રહ્યો છું. તેની પર ચર્ચા શરૂ કરવી અને સરકારનો જે કાંઈ કારભાર ચાલી રહ્યો છે તે જુલમી સરકાર અને ભ્રષ્ટાચારીઓનો પર્દાફાશ કરવાનો છે. જે સભ્યોએ તમને નામ આપ્યાં છે તે સભ્યોને મત રજૂ કરવાની તક આપવામાં આવે એવી વિનંતી હું કરું છું, એમ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રતિવિધાનસભાના અધ્યક્ષ કોલંબકર પાસે વિનંતી કરી હતી.આ પ્રસ્તાવને અધ્યક્ષે સંમતિ આપીને રાધાકૃષ્ણ વિખે પાટીલને બોલવાની તક આપી. અધ્યક્ષ મહોદય, અમે મુદ્દો રજૂ કરતા હોય ત્યારે વચ્ચે જ અમને રોકો નહીં, બેલ વગાડશો નહીં એવો ટોણો વિખે પાટીલે માર્યો હતો.

ભાસ્કર જાધવે પ્રતિવિધાનસભા બંધ કરાવી
દરમિયાન ભાજપના 12 વિધાનસભ્યોનું સસ્પેન્શન કરવા માટે નિમિત્ત બનેલા વિધાનસભાના અધ્યક્ષ ભાસ્કર જાધવે બીજા દિવસે પણ બેટિંગ ચાલુ રાખી હતી. વિધાનસભામાં અમુક સભ્યોએ વિધાન ભવનનાં પગથિયાં પાસે ભરાવવામાં આવેલી ભાજપની પ્રતિવિધાનસભા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જે પછી વિધાનસભા અધ્યક્ષે તે બંધ કરાવવાના આદેશ આપ્યા હતા. આ પછી સુરક્ષા રક્ષકોએ ભાજપની પ્રતિવિધાનસભા બંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...