તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડોશીના મેણાટોણાંથી પરેશાન:મુંબઈમાં મહિના પહેલા કોરોનામાં પતિનું મોત, હવે પત્નીએ 7 વર્ષના પુત્ર સાથે 12મા માળેથી લગાવી મોતની છલાંગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પત્ની અને પુત્ર સાથે પતિની તસવીર - Divya Bhaskar
મૃતક પત્ની અને પુત્ર સાથે પતિની તસવીર

મુંબઇમાં એક 44 વર્ષની મહિલાએ પાડોશીના ત્રાસને કારણે તેના 7 વર્ષના પુત્ર સાથે અંધેરીના ચાંદિવલી વિસ્તારમાં એક ઇમારતના 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. હજુ એક મહિના પહેલાં જ કોરોનાએ તેના પતિને છિનવી લીધો હતો. પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં પાડોશી પર માનસિક ત્રાસ આપવાનો મહિલાએ આરોપ કર્યો છે. રેશ્મા તેંત્રિલ ભૂતપૂર્વ પત્રકાર હતી અને તેના પતિ શરદ તથા 7 વર્ષના પુત્ર ગરુન સાથે ચાંદિવલીમાં નાહર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે નાહર અમૃતશક્તિમાં ટ્યુલિપિયા બિલ્ડિંગના ફ્લેટ 1202માં રહેતા હતા.

ખાન પરિવાર પર રેશ્માનો આક્ષેપ
સુસાઇડ નોટમાં રેશ્માએ તેના ફ્લેટની નીચે ફ્લેટ 1102માં રહેતો અયુબ ખાન, શેહનાઝ ખાન અને શાદાબ ખાન રેશ્માના ઘરમાંથી વારંવાર અવાજ આવે છે એવી સોસાયટી પાસે અને પોલીસ પાસે પણ ફરિયાદો કરી હતી. આથી ત્રાસીને તેણે આત્મહત્યા કરી હોવાની નોંધ કરી હતી. પોલીસે અયુબ (33)ની ધરપકડ કરી છે.રેશ્માએ લખ્યું છે કે તે પુત્રની રમતી તેની સામે ખાન પરિવાર અવાજ આવે છે એવું કહીને વારંવાર ઝઘડો કરતો હતો. રેશ્માએ 30 મેના રોજ લખેલી ફેસબુક પોસ્ટમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી
રેશ્માએ સોમવારે આત્મહત્યા કરી હતી. રેશ્માનો ભાઈ અમેરિકામાં છે, જેની અંતિમસંસ્કાર માટે વાટ જોવાતી હતી.સાકીનાકા પોલીસે રેશ્માની સ્યુસાઇડ નોટના આધારે અયુબ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે. ડીસીપી મહેશ્વર રેડ્ડીએ કહ્યું કે, અયુબ ખાન પરિવારે સોસાયટીમાં ફરિયાદ કરી હતી. આ પછી સોસાયટીના સભ્યોએ બંને પરિવારને બોલાવી સમાધાન કરાવ્યું હતું.