કોરોનાના સમયમાં આઈઆઈટી પવઈ બંધ છે અને ભણાવવાનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે. સંસ્થાને મળતા ભંડોળમાં ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં પણ પવઈ સ્થિત આઈઆઈટી મુંબઈએ સંશોધનમાં બાજી મારી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આઈઆઈટી મુંબઈ તરફથી પેટન્ટ અને ટ્રેડમાર્ક માટે કરવામાં આવતી અરજીઓમાં 68.5 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે આઈઆઈટી મુંબઈ તરફથી પેટન્ટ અને ટ્રેડમાર્ક માટે 156 અરજી દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે આંકડો 263 પર પહોંચ્યો છે. હિંદુસ્તાની પેટન્ટ માટે આ વર્ષે ગયા વર્ષ કરતા 45 ટકા વધુ અરજી દાખલ થઈ છે.
અમેરિકન પેટન્ટ માટે ત્રણ ગણી અરજી કરવામાં આવી છે. 2020-21માં આઈઆઈટી મુંબઈના સંશોધકોએ હિંદુસ્તાની પેટન્ટ માટે 141 અને અમેરિકન પેટન્ટ માટે 17 અરજી દાખલ કરી હતી. એમાંથી અત્યાર સુધી 110 હિંદુસ્તાની અને 8 અમેરિકન પેટન્ટ મળી છે. કોરોનાને કારણે આઈઆઈટી મુંબઈનું કેમ્પસ ગયા વર્ષની 28 માર્ચથી બંધ છે.
એ પછી 1 એપ્રિલથી ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બધા વર્ગ ઓનલાઈન લેવામાં આવશે એમ 25 જૂન 20202ના જાહેર કરવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના ક્લાસ પણ ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે આઈઆઈટી મુંબઈને સંશોધન માટે મળતા ભંડોળમાં ઘટાડો થયો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.