તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નેતાઓ પરના 5 વર્ષથી જૂના ગુના પાછા લેવાની પ્રક્રિયા શરૂ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકીય નેતાઓ પરના ગુનાઓ પાછા ખેંચવાના મંત્રીમંડળે લીધેલા નિર્ણય પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કાનૂની અડચણ નહીં આવે તે માટે કાયદો અને ન્યાય વિભાગ કાર્યપદ્ધતિ નિશ્ચિત કરી રહ્યો છે. 26 વર્ષ પછી શિવસેનાના નેતૃત્ત્વ હેઠળ સત્તા પર આવેલી શિવસેનાએ બધા જ પક્ષના નેતાઓ અને મંત્રીઓ પરના મોરચા, બંધ, ઉશ્કેરણીજનક ભાષણો વગેરે સંબંધિત વ્યક્તિગત રાજકીય અને સામાજિક સ્વરૂપના દાખલ કરાયેલા ગુના પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

ફક્ત શિવસેનાના નેતાઓ પરના ગુના પાછા ખેંચવાનો આરોપ ન થાય એ માટે મનસે પ્રમુખ રાજ ઠાકરે પર રાજ્ય સરકારે દાખલ કરેલા ગુનાઓ પણ પાછા ખેંચવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એ સાથે જ આ અંગેની કાર્યપદ્ધતિ નિશ્ચિત કરવાનું કામ ગૃહ વિભાગ તથા કાયદો અને ન્યાય વિભાગ તરફથી નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. 1995 થી 1999 સુધીનો અપવાદ બાદ કરતાં એ પહેલાં અને પછીના સમયમાં શિવસેના વિરોધ પક્ષમાં હતી. આ સમયગાળામાં શિવસેનાના વરિષ્ઠ નેતા તથા ઉદ્યોગમંત્રી અનિલ દેસાઈ, પરિવહન મંત્રી અનિલ પરબ, નગરવિકાસ મંત્રી એકનાથ શિંદે સહિત અન્ય નેતાઓ, મંત્રીઓ પર વ્યક્તિગત રાજકીય અને સામાજિક સ્વરૂપના ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાઓ છેલ્લાં અનેક વર્ષોથી દાખલ છે અને તેની પર કોઈ ચુકાદો આવ્યો નથી.

તેથી આવા રાજકીય અને સામાજિક સ્વરૂપના ગુનાઓ પાછા ખેંચવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં ગત સપ્તાહમાં લેવામાં આવ્યો હતો.એ સાથે આવા સ્વરૂપના ગુનાઓ ફક્ત શિવસેનાના નેતાઓના જ પાછા ખેંચવામાં આવી રહ્યા છે એવી ટીકાનો સામનો કરવો પડે એમ હોવાથી આવા સ્વરૂપના ગુનાઓ મનસે પ્રમુખ રાજ ઠાકરે પર પણ દાખલ થયેલા છે. પાછા ખેંચવામાં આવનારા ગુનાઓમાંથી મોટા ભાગના ગુના 5 વર્ષથી વધુ જૂના છે. આ ગુનાઓ પાછા ખેંચાતાં રાજ્ય સરકાર સમક્ષ ફરીથી કાનૂની સંકટ ઊભું ન થાય તે માટે કાયદો અને ન્યાય વિભાગને ગુના પાછા ખેંચવાની કાર્યપદ્ધતિ નિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો