તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી લેકસિટી થાણે ખાતેની ખાડીમાં ફ્લોટિંગ રેસ્ટોરંટ શરૂ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રેસ્ટોરંટમાં લોઅર અને અપર ડેકમાં મળીને 100 જણની વ્યવસ્થા

મુંબઈના પડોશમાં આવેલા અને લેકસિટીની ઓળખ ધરાવતા થાણેમાં મંગળવારથી ફ્લોટિંગ રેસ્ટોરંટ શરૂ થાય છે. ગાયમુખની ખાડીમાં શરૂ થનાર ફ્લોટિંગ રેસ્ટોરંટમાં પાણીમાં હરતા ફરતા મનગમતા ખાદ્યપદાર્થોની લિજ્જત માણી શકાશે. થાણે મહાપાલિકા અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ તરફથી આ ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે. એના લીધે પર્યટનને પણ ઉતેજન મળશે. ગાયમુખ ચોપાટીને થાણે મહાપાલિકાએ પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરી છે. એમાં હવે નવા ક્રુઝનો ઉમેરો થશે. આ ક્રુઝનું નામ ધ સી ક્રુઝ છે.

આ અનોખ હોટેલમાં 100 જણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લોઅર ડેક અને અપર ડેક એમ બે ભાગ છે જેમાં દરેક ભાગમાં 50 જણ બેસી શકે છે. આ સેવા એસએસઆર મરીન સર્વિસ પ્રા. લિ. તરફથી પૂરી પાડવામાં આવશે લાઈટ્સ, મ્યુઝિક અને પોતીકા સાથે ગપ્પા મારવાની મહેફિલ અહીં માણી શકાશે.

સંપૂર્ણ સુરક્ષાની ખાતરી
આ ફ્લોટિંગ રેસ્ટોરંટમાં આવનારા તમામ મહેમાનોની સુરક્ષાનો પૂરેપૂરો બંદોબસ્ત છે. લાઈફગાર્ડ, બાઉન્સર, સીસી ટીવી કેમેરા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સૂર્યાસ્તનો નજારો માણી શકાશે
કોરોનાનું સંકટ ટળ્યા બાદ દર શનિવાર અને રવિવારે બે કલાક આ ક્રુઝમાં ખાડીની સફર કરી શકાશે. એના માટે રૂ. 750 ચાર્જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...