તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મુંબઈમાં પ્રથમ ડ્રાઈવ ઈન રસીકરણ કેન્દ્ર દાદર ખાતે કોહિનૂર સ્કવેરમાં શરૂ

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ખૂબ રાહતદાયક સાબિત થયું

મુંબઈના દાદર ખાતે કોહિનૂર સ્કવેર પાર્કિંગમાં ડ્રાઈવ-ઈન રસીકરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો તેના ઉદઘાટન પહેલાં જ નાગરિકોએ લાઈન લગાવી હતી. મુંબઈ મહાપાલિકાએ શરૂ કરેલા આ રસીકરણ કેન્દ્રમાં નાગરિકોએ પોતાની કારમાં આવવાનું છે અને કારમાં બેઠાં બેઠાં રસી મૂકાવાની છે. જેમની પાસે કાર કે પોતાનું વાહન નથી તેમને માટે શિવસેના તરફથી કાર ઉપલબ્ધ કરવામાં આવશે. રસી મૂકાવી દીધા પછી આ કાર તેમને ઘર સુધી છોડી આવશે. મુંબઈ મહાપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને રોકવાનો નવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સંસદસભ્ય રાહુલ શેવાળેએ જણાવ્યું કે આ પ્રયોગ સફળ થશે તો આગામી દિવસોમાં મુંબઈના તમામ પાર્કિંગ લોટમાં અને પછી સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ ઈન વેક્સિનેશન સેંટર ઊભા કરવામાં આવશે. જી/નોર્થ વોર્ડના સહાયક આયુક્ત કિરણ દિધાવકરે જણાવ્યું કે અમારા સાત બુથ પર દરરોજ 5000 લોકોને રસી મૂકવાની ક્ષમતા છે. એમાંથી 2 બુથ ડ્રાઈવ ઈન માટે રાખવામાં આવ્યા છે. એમાં મંગળવારે પ્રથમ ડ્રાઈવ ઈન બુથ શરૂ કરવામાં આવ્યું છે. પાર્કિંગ બુથમાં 60 થી 70 વાહન માટે પૂરતી જગ્યા છે. આ વ્યવસ્થા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ નાગરિકો માટે ખૂબ રાહતદાયક રહેશે.

મુંબઈના દાદર ભાગમાં નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોને અનેક વખત રસીકરણ માટે લાઈનમાં ઊભા રહેવામાં અડચણ આવે છે. આવા તમામ નાગરિકોને રસીકરણ ઝુંબેશ દરમિયાન અડચણનો સામનો કરવો નહીં પડે.

વધુ કેન્દ્ર શરૂ કરવાની માગણી
આ સુવિધાનો લાભ લેનારા નાગરિકોએ ઉપક્રમ ઉત્તમ હોવાની પ્રતિક્રિયા આપી હતી. આ કેન્દ્રનું વિધિવત ઉદઘાટન થાય એ પહેલાં જ નાગરિકોની કારની લાઈન જોતાં અહીં રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં રસીની અછતના કારણે 45 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે, પરંતુ હવે આ રસીકરણ ઝુંબેશ નવા સ્વરૂપમાં શરૂ કરવામાં આવી છે. આવાં જ વધુ બે- ત્રણ કેન્દ્ર શરૂ કરવામાં આવે એવી માગણી નાગરિકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો