તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ:AC લોકલ માટે મધ્ય રેલવે દ્વારા ઓનલાઈન પ્રવાસી સર્વેક્ષણ શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસી લોકલ લોકપ્રિય કરવા વાંધાઓ અને સૂચનાઓ નોંધાવી શકાશે

AC લોકલ બાબતે પ્રવાસીઓના મનમાંથી સંભ્રમ દૂર કરવા માટે મધ્ય રેલવેએ ઓનલાઈન પ્રવાસી સર્વેક્ષણ કરવાની શરૂઆત કરી છે. આ સર્વેક્ષણમાં એસી લોકલનુ ભાડું, સમય, રૂટ વગેરે પ્રશ્નોનો સમાવેશ છે. આ ઓનલાઈન સર્વેક્ષણમાં વધુમાં વધુ પ્રવાસીઓએ પોતાનો મત નોંધાવવો એવી હાકલ મધ્ય રેલવેના વિભાગીય રેલવે વ્યવસ્થાપક શલભ ગોયલે કરી છે. રાજ્ય સરકારે સામાન્ય નાગરિકોને મુંબઈની લોકલમાં પ્રવાસ કરવાની હજી પરવાનગી આપી નથી. અત્યારે ચાલી રહેલી લોકલમાં ફક્ત અત્યાવશ્યક સેવાના પ્રવાસીઓને જ પ્રવાસની પરવાનગી છે.

રેલવે મંડળ તરફથી એસી લોકલ બાબતે પ્રવાસીઓના મત જાણવા ઓનલાઈન પ્રવાસી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં કરેલા સર્વેક્ષણનું આ વ્યાપક સ્વરૂપ છે. પ્રવાસીઓન મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી ભરીને પોતાનો મત નોંધાવી શકશે. અત્યારે ચાલતી એસી લોકલનો સમય બરાબર છે કે નહીં, સેકન્ ક્લાસની ટિકિટ દર કરતા એસી લોકલનું ભાડું કેટલા ટકા વધારવું યોગ્ય રહેશે જેવા સવાલ સર્વેક્ષણમાં છે. પ્રવાસ કરતા પ્રવાસીઓની ઉંમર અનુસાર મત નોંધાવવા માટે આ સર્વેક્ષણમાં ઉંમર અને ફર્સ્ટ ક્લાસ તેમ જ સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવાના પ્રમાણનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...