તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:રાજ્યપાલના હસ્તે ધ્વજ ભંડોળ સંકલન ઝુંબેશનો આરંભ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિતે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લાની ધ્વજ ભંડોળ સંકલન ઝુંબેશનો શુભારંભ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના હસ્તે રાજભવન ખાતે કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે ધ્વજ ભંડોળમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સૈનિક કલ્યાણ વિભાગના સંચાલક પ્રમોદ યાદવે રાજ્યપાલના જેકેટ પર સશસ્ત્ર સેના ધ્વજની પ્રતિકૃતી લગાડી હતી. આ સમયે ભંડોળ સંકલનનું ઉત્કૃષ્ટ કામ કરવા માટે અધિકારીઓનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજ ભંડોળમાં યોગદાન આપવું એ ભાવના મહત્વની છે. કેટલું યોગદાન આપીએ છીએ એ મહત્ત્વનું નથી એમ જણાવતા આ ભંડોળમાં યોગદાન આપવાની હાકલ રાજ્યપાલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો