તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી યોજના:સ્વ. બાળાસાહેબ ઠાકરે માર્ગ અકસ્માત વીમા યોજના અમલમાં મુકાશે

મુંબઇ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં સ્વ. બાળાસાહેબ ઠાકરે રસ્તા અકસ્માત વીમા યોજના અમલમાં મૂકવા મંત્રીમંડળની બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. રસ્તાઓ પર અકસ્માત બાદ અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં તરત મેડિકલ સેવા અને આર્થિક મદદ ઉપલબ્ધ કરી આપીને લગભગ 74 સારવાર પદ્ધતિઓ દ્વારા રૂ. 30,000 સુધીનો ખર્ચ મફત કરવામાં આવશે એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

આ બાબતે માહિતી આપતા આરોગ્ય મંત્રી ટોપેએ જણાવ્યું કે આ યોજના માટે રાજ્ય આરોગ્ય ખાતરી સોસાયટીને આર્થિક અનુદાન ઉપલબ્ધ કરી આપવામાં આવશે અને વીમા કંપનીને પસંદ કરવામાં આવશે. આ યોજનામાં મહારાષ્ટ્રના રસ્તાઓ પર થયેલા અકસ્માતમાંના વ્યક્તિઓને એનો લાભ મળશે. આ વ્યક્તિ કોઈ પણ રાજ્ય, દેશની હોય છતાં એને યોગ્ય મેડિકલ સારવાર આપવામાં આવશે. અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં તરત મેડિકલ સેવા અને આર્થિક મદદ ઉપલબ્ધ કરી આપવા આ યોજનાનો ઉપયોગ થશે.

આજની તારીખે સ્ટેટ હાઈવે અને ગ્રામીણ રસ્તાઓ પર અકસ્માતોમાં દર વર્ષે સરેરાશ 40,000 વ્યક્તિઓ જખમી અને 13,000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. તેમને સમયસર સારવાર મળે તો તેમનો જીવ બચી શકે છે. આ યોજનામાં અકસ્માત પછીના પહેલા 72 કલાક માટે નજીકની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે. લગભગ 74 મેડિકલ સારવારોમાંથી રૂ. 30,000 સુધીનો ખર્ચ મફત કરવામાં આવશે. એમાં આઈસીયુ, વોર્ડમાં સારવાર, ઓર્થોપેડિક અને હોસ્પિટલમાં રહેવાના સમયે ભોજનનો સમાવેશ હશે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક અકસ્માત, રોજિંદા કામમાં અથવા ઘરે થયેલા અકસ્માત અને રેલવે અકસ્માતોનો સમાવેશ નથી. આ યોજના સંદર્ભે કોઈ પણ ફરિયાદ નોંધાવવા ટોલ ફ્રી નંબર હશે.

અન્ય સમાચારો પણ છે...