તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવિટી રેટમાં ઘટાડો:મુંબઈ સહિત અનેક જિલ્લામાં પોઝિટિવિટી રેટમાં મોટો ઘટાડો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન બેડ ઓક્યુપન્સીમાં પણ ઘટાડો થતાં નિયંત્રણ વધુ હળવા થશે

મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન બેડ ઓક્યુપન્સીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને કારણે નિયંત્રણો વધુ હળવા થશે એવા અણસાર છે.રાજ્ય સરકારે નિયંત્રણો હટાવવા માટે પાંચ સ્તર તૈયાર કર્યા છે. પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય અને ઓક્સિજન બેડ ઓક્યુપન્સી 25 ટકાથી ઓછી હોય તે જિલ્લાને પ્રથમ સ્તરમાં ગણતરી કરવામાં આવશે.

પ્રથમ સ્તરના જિલ્લાને નિયંત્રણોમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. મુંબઈ પ્રથમ સ્તરમાં આવી ગયું છે, પરંતુ મુંબઈની વસતિ અને રસ્તા, ટ્રેનોમાં થતી ભીડને ધ્યાનમાં લેતાં કોરોના ફરી ઊથલો મારી શકે એવો ભય હોવાથી મહાપાલિકા નિયંત્રણોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા માગતી નથી. આથી થોડાં થોડાં નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે.

ક્યાં કેટલો પોઝિટિવિટી રેટ છે : રાજ્યના 35 જિલ્લામાં મુંબઈનો પોઝિટિવિટી રેટ 3.79 ટકા પર આવ્યો છે. અહમદનગરનો 3.06, અકોલાનો 4.97, અમરાવતીનો 1.76, ઔરંગાબાદનો 2.94, ભંડારા 0.96, બુલઢાણા 2.98, ચંદ્રપુર 0.62, ધુળે 2.45, ગઢચિરોલી 3.53, ગોંડિયા 0.27, હિંદોલી 1.93, જલગામ 0.95, જાલના 1.51, લાતુર 2.55, નાગપુર 1.25, નાંદેડ 1.94, નંદુરબાર 3.13, નાશિક 4.39, પરભણી 0.94, સોલાપુર 3.73, થાણે 4.69, વર્ધા 1.12, વાશિમ 2.79, યવતમાલ 3.79 ટકા રહ્યો છે. બીડ, કોલ્હાપુર, ઉસ્માનાબાદ, પાલઘર, પુણે, રાયગડ, રત્નાગિરિ, સાંગલી, સાતારા, સિંધુદુર્ગમાં હજુ પણ પોઝિટિવિટી દર પાંચ ટકાથી વધુ છે.

ઓક્સિજન બેડ ઓક્યુપન્સી
ઓક્સિજન બેડ ઓક્યુપન્સીની વાત કરીએ તો મુંબઈમાં 23.56 ટકા પર નીચે આવી ગયો છે. થાણેમાં તે 10.74 અને પુણેમાં 10.90 ટકા છે. હાલમાં સૌથી વધુ બેડ ઓક્યુપન્સીમાં લાતુર 54.78 ટકા, રત્નાગિરિમાં 42.19 ટકા, સાંગલીમાં 30.91 ટકા, સાતારામાં 37.32 ટકા, સોલાપુરમાં 55.20 ટકા બેડ ઓક્યુપન્સી છે, જે સિવાયના બધા જિલ્લાઓમાં બેડ ઓક્યુપન્સી 25 ટકાથી નીચે છે.

પાંચ સ્તરમાં શું છે ?
પાંચ ટકા પોઝિટિવિટી રેટ અને 25 ટકાથી ઓછી ઓક્સિજન બેડ ઓક્યુપન્સી હોય તે જિલ્લાને પ્રથમ સ્તરમાં ગણતરી કરવામાં આવે છે. બીજા સ્તરમં પાંચ ટકા પોઝિટિવિટી રેટ અને 25-40 ટકા બેડ ઓક્યુપન્સી, ત્રીજા સ્તરમાં 5-10 ટકા પોઝિટિવિટી રેટ અને 40 ટકાથી વધુ બેડ ઓક્યુપન્સી, ચોથા સ્તરમાં 10-20 ટકા પોઝિટિવિટી રેટ અને 60 ટકાથી વધુ બેડ ઓક્યુપન્સી અને પાંચમાં સ્તરમાં 20 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ અને 75 ટકાથી વધુ બેડ ઓક્યુપન્સી હોય તે જિલ્લો આવે છે.

અન્ય સમાચારો પણ છે...