• Home
  • Local
  • Mumbai
  • Large increase in crimes like comments, rumors, offensive post against women in cyber crime in lockdown

ચિંતાજનક / લોકડાઉનમાં સાઈબર ક્રાઈમમાં ટિપ્પણીઓ, અફવાઓ, મહિલા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ જેવા ગુનાઓમાં મોટો વધારો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. લોકડાઉન વચ્ચે પણ રાજ્યભરમાં સાઈબર ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવાં કૃત્યમાં સંડોવાયેલા સામે કડક પગલાં લેવાનું વિચારવામાં આવ્યું છે, એમ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે શનિવારે જણાવ્યું હતું. હમણાં સુધી રાજ્યના સાઈબર સેલ વિભાગે 410 ગુના નોંધ્યા છે અને 213 જણની ધરપકડ કરી છે.ખાસ કરીને વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર ઈન્સ્ટાગ્રામ અમને ટિકટોક જેવાં સોશિયલ મિડિયા મંચોનો ઉપયોગ કરીને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ, અફવાઓ, મહિલા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ જેવા ગુનાઓમાં મોટો વધારો થયો છે.ટિકટોક પર એસિડ હુમલા અને દુષ્કર્મના વિડિયો પણ ફેરવવામાં આવ્યું હતું, જે બહુ જ ઘાતકી છે. લોકોએ આવાં ખોટાં કામો નહીં કરવાં જોઈએ. સાઈબર વિભાગ આવાં કૃત્ય કરનાર પર નજર રાખી રહી છે, જેને કડક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં 24 માર્ચથી લોકડાઉન શરૂ થયો છે, જે 31 મે સુધી લાગુ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી