તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લાલબાગ સિલિન્ડર વિસ્ફોટ: 2 જણના મોત, 8 ગંભીર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે મહેંદીની રસમ પ્રસંગે રસેાઇ બનાવવા માટે સિલિન્ડર લગાવાયો હતો, પોલીસે પિતા-પુત્ર પર કેસ નોંધ્યો

દક્ષિણ મુંબઇના લાલબાગ વિસ્તારમાં નવ દાયકા જૂની ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની સારાભાઇ ઈમારતના બીજા માળે રવિવારે થયેલી આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 જણના મોત નિપજયા છે. જયારે 8 જણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કાલાચોકી પોલીસે આ ઘટનામાં રાણે પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સિલિન્ડરના વિસ્ફોટ બાદ ઈમારતનો કેટલોક હિસ્સો તૂટી પડતાં અહીં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની અને સ્થાનિક નગરસેવક અને વિધાનસભ્યની રજૂઆતના પગલે કલેકટર દ્વારા અસરગ્રસ્તોને રોકડ મદદ આપવામાં આવી રહી છે.

સારાભાઇ ઇમારતના પ્રમુખ દિલીપ ખાંતે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, અમારી ઈમારતમાં પહેલા અને બીજા માળે 11 રૂમ, ત્રીજામાળ પર 6 અને ચોથા માળ પર 3 રૂમ છે. કેટરીંગનો વ્યવસાય કરતા 61 વર્ષના મંગેશ રાણેની દીકરીના 9 ડિસેમ્બરના લગ્ન હતા અને રવિવારે મહેંદીની રસમ પ્રસંગે રસેાઇ બનાવવા માટે મોટા જથ્થામાં અનાજ રસેાઇનો સામાન અને એક મોટું કમર્શિયલ સીલીન્ડર લાવવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સવારે 7: 23 વાગ્યે ગેસના સિલિન્ડરનો વિસ્ફોટ થયાની ઘટનાને લીધે લાગેલી આગમાં અને વિસ્ફોટની તીવ્રતાના કારણે આ ઈમારતના અમુક ભાગની ઉપરના માળની ફલોરની સીલીંગનો કાટમાળ પણ તૂટી પડયો હતો. આ ઘટનામાં 16 વ્યક્તિઓ દાઝી ગયા હતા.

આ ઘટના પછી મેં પોલીસમાં નિવેદન નોધાવ્યું છે, રાણે પરિવારજનોની બેદરકારીનેકારણે આ દુર્ઘટના બની છે. ગેસ લીકેજની અને તેની દુર્ગંધ આવી રહ્યાની ફરિયાદ આસપાસના લોકોએ કરી હતી પરંતુ તેની પર રાણે પરિવારે ધ્યાન આપ્યું નહી.સારાભાઇ ઇમારતમાં 76 વર્ષથી દુકાન ધરાવતા કચ્છી વેપારી દિલીપ શેઠીયાએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, આ ઇમારતના ભોંયતળીયે 8 દુકાનો આવેલી છે જેમાં અગરબતી, જનરલ સ્ટોર, બેકરી, મોબાઇલ, ડોકટરનું દવાખાનું અને મારી તેલની દુકાન છે. સિલિન્ડર વિસ્ફોટની ઘટના પછી અમારી દુકાન સહિત અનેક ભાગમાં ઈમારત તૂટી ન પડે એ માટે લાકડાના ટેકા પ્રશાસન દ્વારા મૂકવામાં આવ્યા છે.

કાલાચોકી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેકટર ગોકુલસિંહ પાટિલે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, લાલબાગની સારાભાઇ ઈમારતની સિલિન્ડર વિસ્ફોટની ઘટનામાં અમે મગેશ રાણે અને તેના દીકરા યશ રાણે પર આઇપીસીની કલમ 308, 304, 285, 337, 338 અને 34 હેઠળ એફઆઇઆર નોંધી છે.બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સારાભાઇ ઈમારતની ઘટનામાં 16 લોકોને બે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પૈકી કેઈએમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 62 વર્ષના સુશીલા બગારે અને 45 વર્ષનો કરીમ ( મંગેશ રાણેનો કારીગર)નું મોત નિપજ્યું છે. હજુ કેઇએમ હોસ્પિટલમાં 4 અને મસીના હોસ્પિટલમાં 4 લોકો ગ઼ંભીર હાલતમાં સારવાર લઇ રહ્યા છે જયારે અન્ય 6 લોકોની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો