ક્રાઇમ:અશ્લીલ વિડિયો દ્વારા ધમકી આપનારી ‘લેડીડોન’ પકડાઈ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની સાથે તેના બે સાગરીતની ધરપકડ

સોશિયલ મિડિયા પર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને વિડિયો બનાવનારી અને પોતાને લેડી ડોનના રૂપમાં રજૂ કરનારી યુવતીની પિંપરી ચિંચવડ પોલીસે ધરપકડ કરી છે. વિડિયો બનાવવામાં મદદ કરનારા બે યુવાનની પણ ધરપકડ કરવામાં આવી છે. યુવતીના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર છે.ઈન્સ્ટાગ્રામ પર થેરગાંવ ક્વીન નામથી અકાઉન્ટ ચલાવનારી આ યુવતીનું નામ સાક્ષી હેમંત શ્રીમલ છે. તે પિંપરી ચિંચવડના થેરગાવ વિસ્તારની રહેવાસી છે.

સાક્ષી પોતાના બે સાગરીતો સાથે મળીને સોશિયલ મિડિયા માટે આપત્તિજનક વિડિયો બનાવતી હતી. આ વિડિયોઝમાં ગાળાગાળી અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આપત્તિજનક હોવાને લીધે સાક્ષીના આ વિડિયો સોશિયલ મિડિયા પર બહુ વાઈરલ થઈ રહ્યા હતા અને થોડા જ દિવસમાં તેના 30 હજાર ફોલોઅર બની ગયા હતા. આમાંથી અમુક વિડિયો વાઈરલ થતાં વાકડ પોલીસ સ્ટેશનની પીએસઆઈ સંગીતા જિજાભાઉ ગોડે સુધી પહોંચ્યા હતા અને તેણે સાક્ષી અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...