તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વડાલા સુન્ની કબ્રસ્તાનના ગેટ પર જગ્યા ઓછી પડી રહ્યાનું બોર્ડ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા પણ દફનવિધિ માટે જગ્યા ઓછી પડી રહી હોવાની કબૂલાત

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓનાં મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યાં હોવાથી સ્મશાનો અને કબ્રસ્તાનો પણ ઊભરાવા લાગ્યાછે. તેમાં હવે વડાલા વિસ્તારમાં સુન્ની કબ્રસ્તાનના ગેટ પર અહીં જગ્યા ઓછી પડી રહી છે એવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.વડાલા સુન્ની મુસ્લિમ કબ્રસ્તાનના અધ્યક્ષ મહેમૂદ ખાને કહ્યું કે કબ્રસ્તાન બંધ થવાને માર્ગે છે. અહીં જગ્યા બહુ ઓછી પડી રહી છે. મહત્ત્વનું એ છે કે મહાપાલિકાએ પણ જગ્યા ઓછી પડી રહી હોવાનું માન્ય કર્યું છે.આ કબ્રસ્તાનમાં કુલ 11 પ્લોટ છે, જે વિવિધ લોકો માટે વિભાજિત કરવામાં આવ્યા છે. આ પ્લોટ નાના બાળકો, સામાન્ય બીમાર અને કોવિડને લીધે મૃત્યુ થયેલા લોકો માટે વિભાજિત કરવામાં આવ્યા છે.

કબ્રસ્તાનના કર્મચારીઓએ કહ્યું કે અહીં લગભગ 1132 કબર છે, જેમાંથી હાલમાં 128 કબર બાકી રહી છે. કોરોનાને લીધે મૃત્યુ થયેલા લોકો માટે એક પ્લોટ અનામત રાખ્યો છે. તેમાં લગભગ 165 કબર છે. સામાન્ય બીમારીથી મોતના મુખમાં પડેલા મૃતદેહો માટે 839 કબર છે.મહાપાલિકાના નિયમ અનુસાર કબરમાં મૃતદેહોનું 18 મહિનામાં સંપૂર્ણ વિઘટન થાય છે. જોકે હાલની પરિસ્થિતિમાં સમયનો અભાવ જોતાં તે શક્ય નથી, કારણ કે કોરોનાને લીધે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. મૃતદેહોની સંખ્યા વધવાથી 10-12 મહિનાની અંદર જ દફન કરવું પડે છે.

આને કારણે કબરમાં અધૂરું વિઘટન થયેલા મૃતદેહ બહાર કાઢવા પડે છે. હવે પરિસ્થિતિ એવી છે કે કબ્રસ્તાનમાં મૃતદેહ આવવાની સંખ્યા આ જ રીતે વધે તો થોડા દિવસમાં તે બંધ પડી શકે છે.મહેમૂદ ખાનની માહિતી અનુસાર અમારા ક્ષેત્રમાં લોકસંખ્યા વધુ છે અને કોરોનાની બીજી લહેરમાં મૃત્યુની સંખ્યા પણ વધી છે. આથી કબ્રસ્તાનમાં જગ્યાનો અભાવ દેખાય છે. આ માહિતી મહાપાલિકાને પણ આપવામાં આવી છે. આ માટે સરકારે નવી જગ્યા આપવી એવી વિનંતી કરવામાં આવી છે.

રોજ બેથી વધુ મૃતદેહ આવવા લાગ્યા છે
કબ્રસ્તાનના સચિવ ઈસ્તિયાગ શેખે જણાવ્યું કે આ પૂર્વે એક મહિનામાં લગભગ 30-40 મૃતદેહ આવતા હતા. જોકે કોરોનાકાળમાં મૃતદેહોની સંખ્યા વધીને 60-70 આસપાસ પહોંચી છે. એટલે કે, રોજ બેથી વધુ મૃતદેહ આવવા લાગ્યા છે. આને કારણ કબર સમય પૂર્વે ખોદવી પડે છે. આથી અડધા વિઘટન થયેલા મૃતદેહ બહાર કાઢવા પડે છે. આથી સરકારને અનુરોધ છે કે કબ્રસ્તાન માટે નવી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે. જો આવું નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર આવે અને મૃતકોનો આંકડો વધે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...