તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્ણાતોનો મત:જમીનની અછતને કારણે માગ અને પુરવઠામાં અસંતુલન થયું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિડેવલપમેન્ટ દ્વારા જ મુંબઇ સાચા અર્થમાં મહાનગર બનશે

રોજગારની વિપુલ તકોને કારણે મુંબઇ હંમેશા મોટી સંખ્યામાં લોકોને આકર્ષતું રહ્યું છે. આને કારણે શહેરમાં જગ્યાની ગંભીર અછત ઊભી થઇ છે. રહેણાક એકમો માટેની માગણી વધી રહી છે પણ ખાસ કરીને શહેરની મધ્યમાં જમીનની અછતને કારણે માગ અને પુરવઠા વચ્ચે અસંતુલન રહ્યું છે. તેથી અનેક લોકોએ શહેરની બહારના એટલે કે પરાં વિસ્તારોમાં રહેણાક એકમો શોધવા પડે છે. બીજી બાજુ શહેરના મધ્ય સ્થળોની ઇમારતો જરીપુરાણી થઇ રહી છે, જ્યાં માળખાકીય મરમ્મત કરવી અથવા તો ઇમારતનું આયુષ્ય લંબાવવું શક્ય નથી.

મુંબઇની જૂની ઇમારતો તેનાં નિવાસીઓને પાર્કિંગ સ્પેસ, લિફ્ટ અને મનોરંજન જેવી પાયાની સુવિધા પૂરી પાડતી નથી. વળી, જૂની હોવાને કારણે આ ઇમારતો ચોમાસા સામે ઝીંક ઝીલી શકતી નથી અને ઘણી વાર મકાનોમાં વરસાદનું પાણી ઘુસી ન જાય તે માટે વાદળી રંગના જાડા પ્લાસ્ટીકથી ઢાંકવું પડે છે. હાલમાં, અનેક ડેવલપર્સ જૂની ઇમારતોનાં પુનઃવિકાસનાં પ્રોજેક્ટ હાથ પર લઇ રહ્યા છે અને જૂનાં મકાનોનું પુનઃબાંધકામ કરીને તેમને સારી સુવિધા સાથેના આધુનિક અને મજબૂત મકાનોમાં પરિવર્તિત કરી રહ્યા છે. આમ, મુંબઇ શહેરને પરિવર્તિત કરવાની, તેની ચમક પાછી લાવવાની અને તેને સાચા અર્થમાં મહાનગર બનાવવાની સંભાવના છે, એમ સુગી ગ્રુપના એમડી નિશાંત દેશમુખે એક જાહેર મંચ પર બોલતાં જણાવ્યું હતું.

ડીસીઆર માટે નવા નિયમ આ મુજબ છે
ડીસીઆર માટેના નવા નિયમો પ્રમાણે હવે 2,125 સ્કવેર મીટર (22,873 સ્કવેર ફીટ)ના માપના પ્લોટના વર્ટિકલ (ઊભા) નિર્માણ માટે મંજૂરી આપવામાં આવશે. નવી માર્ગરેખા પ્રમાણે મહાપાલિકા મનોરંજન હેતુસર અનામત રાખવામાં આવેલો વિસ્તાર ઘટાડ્યા વિના પ્લોટના ગ્રોસ એરિયા પર બાંધકામ વિકાસની ગણતરી કરશે. ડેવલપર હવે બિલ્ડિંગમાં ખુલ્લી જગ્યામાં સંતુલિત વધારા સાથે વધુ એપાર્ટમેન્ટનું નિર્માણ કરી શકશે. આને કારણે નવી ઇમારતોમાં પાર્કિંગ માટે વધુ જગ્યા અને મનોરંજન માટે ખાસ જગ્યા વગેરે બનાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો