તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Lack Of Funds And Labor Is The Main Obstacle In Resuming Operations, Shortage Of Funds And Workers Is The Main Obstacle In Resuming Operations

લોકડાઉન:કામગીરી ફરી શરૂ કરવામાં ફંડ અને શ્રમિકોની અછત મુખ્ય અવરોધ, કામગીરી ફરી શરૂ કરવામાં ફંડ અને શ્રમિકોની અછત મુખ્ય અવરોધ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં નવા અને હાલ ચાલુ પ્રોજેક્ટ્સનો સૌથી મોટો ઓનલાઇન ડેટાબેઝ ધરાવતી પ્રોજેક્ટ્સ ટૂડેએ પ્રોજેક્ટ સમુદાયમાં નિષ્ણાતો વચ્ચે એક રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધર્યો હતો, જેમાં હાલની સ્થિતિ પર તેમના અભિપ્રાયો મેળવવામાં આવ્યાં હતાં અને લોકડાઉન પછીના ગાળા દરમિયાન મુખ્ય ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટમાં રોકાણની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. સંપૂર્ણપણે જોઈએ તો, ભારતીય પ્રોજેક્ટ સમુદાય પ્રમોટર્સ, આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સ) માં સામેલ 233 લીડરની પસંદગી સર્વે માટે થઈ હતી. મોટા ભાગના સહભાગીઓ સંમત થયા હતા કે, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેરને બાદ કરતા અન્ય તમામ ક્ષેત્રોને હાલના લોકડાઉનની અસર થઈ છે તથા લોકડાઉન દૂર થયા પછી આ એકમો ફરી કાર્યરત થવામાં સમય લાગશે.

60થી વધારે દિવસનાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી સંપૂર્ણ અર્થતંત્ર થંભી ગયું છે. રોગચાળો ક્યારે ધીમો પડશે અથવા ક્યારે કારખાનાઓ અને ઓફિસો ફરી કાર્યરત થશે એને લઈને ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને સરકાર – તમામ અનિશ્ચિત છે.સર્વેમાં સામેલ થયેલા ઉત્તરદાતાઓને કોવિડ-19 પછીના ગાળામાં “વર્ક ફ્રોમ હોમ” કલ્ચર જળવાઈ રહેવાની અપેક્ષા છે. એટલે તેઓ લાંબા ગાળે હાઉસિંગ (મોટા ઘર)ની માંગણીમાં વધારાને જુએ છે. બીજી તરફ, તેમનું માનવું છે કે, અવરજવરના સમયમાં ઘટાડો કરવા અને નવું વર્ક કલ્ચર અપનાવવા મોટી કંપનીઓ એક સેન્ટ્રલાઇઝ ઓફિસને બદલે વધારે નાની ઓફિસો સ્થાપિત કરવા તેમની ઓફિસનું વિકેન્દ્રિકરણ કરવા વિચારશે એટલે કમર્શિયલ સ્પેસ માટેની માગમાં થોડો ફેરફાર થશે.

હોટસ્પોટ જિલ્લામાં રોકાણ:  પ્રોજેક્ટ્સ ટૂડે મુજબ, 130 રેડ ઝોન જિલ્લાઓમાંથી 108 જિલ્લાઓમાં પ્રોજેક્ટ્સ રોકાણ ધરાવે છે અને 31 માર્ચ, 2020 સુધી કુલ રૂ. 51,07,831 કરોડના 29,255 પ્રોજેક્ટ ધરાવતા હતા. એમાંથી રૂ. 21,11,985 કરોડના 8,917 પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે, પણ અત્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે સ્થગિત થઈ ગયા છે. આ પ્રકારનાં પ્રોજેક્સમાંથી આશરે 62.9 ટકાની માલિકી સરકારી સંસ્થાઓની છે અને બાકીના 37.1 ટકા ખાનગી કંપનીઓના છે. હોટસ્પોટ જિલ્લાઓમાં મુંબઈ અને મુંબઈ સબર્બન સંયુક્તપણે ભારતના હોટસ્પોટ જિલ્લાઓમાં કુલ નિર્માણાધિન પ્રોજેક્ટ્સમાંથી 12.5 ટકા પ્રોજેક્ટ ધરાવે છે. વાયરસગ્રસ્ત લોકો અને મૃત્યુની દ્રષ્ટિએ મુંબઈ અગ્રણી જિલ્લો પણ છે.

અન્ય સમાચારો પણ છે...