મુંબઈની વધતી લોકસંખ્યાની તરસ છીપાવવા મુંબઈ મહાપાલિકા આગામી સમયમાં સમુદ્રના ખારા પાણી પર પ્રક્રિયા કરશે. આ પાણીની ગુણવત્તા તપાસવા સ્વતંત્ર લેબોરેટરી ઊભી કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકા પાણી વિભાગ તરફથી આપવામાં આવી છે. આ પાણી પીવા યોગ્ય હોવાની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ પાણીનો પુરવઠો જુદી પદ્ધતિથી કરવામાં આવશે એમ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
મુંબઈ મહાપાલિકા સમુદ્રના ખારા પાણી પર પ્રક્રિયા કરીને એનો પુરવઠો મુંબઈગરાઓને કરશે. એક કિલોલીટર પાણીના નિઃક્ષારીકરણ માટે કેટલો ખર્ચ અપેક્ષિત છે એવો સવાલ ભાજપના નગરસેવિકા રાજેશ્રી શિરવાડકરે સ્થાયી સમિતિની બેઠકમાં ઉપસ્થિત કર્યો હતો. તેમ જ સમુદ્રનું પ્રક્રિયા કરેલું પાણી મુંબઈગરાઓને શું દરમાં ઉપલબ્ધ કરી આપશો? આ પાણી પીવા માટે યોગ્ય છે કે નહીં એની ખાતરી કેવી રીતે કરશો? આ પાણી પીવાથી નાગરિકોના આરોગ્ય પર અસર નહીં થાય ને? એવા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.
ભૌતિક સર્વેક્ષણનું કામ પૂરું
આ પ્રકલ્પના દરિયાઈ અને ભૌતિક સર્વેક્ષણનું કામ પૂરું થયું છે. અભ્યાસનો અહેવાલ અંતિમ તબક્કામાં છે. પ્રકલ્પના રેખાચિત્રો, ટેંડર અને પ્રસ્તાવની ચકાસણી, બાંધકામ સુપરવિઝનના કામ માટે મહાપાલિકાએ સલાહકારની નિમણુક કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.