તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઇ નજીક થાણેમાં રહેતા યુવાન લેખક- દિગ્દર્શકે હાલના સમયને ધ્યાને લઈ કચ્છી કલાકારોને લઈને લોકડાઉન દરમિયાન કોરોના મહામારીના સમય દરમિયાન સામે આવેલા વોરિયર્સની કામગીરીથી પ્રભાવિત થઇને એક સામાજિક થીમ પર શોર્ટ ફિલ્મ બનાવી છે. સાત કચ્છી કલાકારોના અભિનય વડે બનાવેલી આ શોર્ટ ફિલ્મનો ઉદ્દેશ ભારતીય સ્ત્રી લોકડાઉન વગર ૨૪ x ૭ સંપૂર્ણ જીવન કોઈ પણ રજા વગર ઘર પરિવારને ખડેપગે સેવા આપતી હોય છે, જે સાચા અર્થમાં કોરોના મહામારી સામે લડતા વોરિયર્સ જેવી જ છે. આ વાતને લઈને 16 મિનિટની ફિલ્મ બનાવી અને 9 મેએ બપોરે સોશિયલ મિડિયા પર અપલોડ કર્યા પછી બે દિવસમાં 40,000 લોકોએ ફિલ્મ જોઈ છે.
7 કલાકારોએ ત્રણ દિવસમાં અભિનય કરી પોતપોતાના વિડિયો બનાવીને મોકલી દીધા
થાણે- વેસ્ટમાં રહેતા અને કચ્છ લાયજાના વતની કચ્છી વિશા ઓસવાળ સમાજના રાજેશ ધનજી ગડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે લોકડાઉનની જાહેરાત પછી પરિવારજનો સાથે ફરજિયાત રહેવાનો મોકો મળ્યો અને એ સમય દરમિયાન પરિવારની નારીની પણ કામગીરી નજીકથી નિહાળવાનો મોકો મળ્યો હતો. છેલ્લા અનેક દિવસોથી કોરોના રોગ સામે જંગ લડી રહેલાં ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ સહિતના કોરોના વોરિયર્સને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ માધ્યમથી તેમને સન્માનિક કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેં જોયું કે લોકડાઉન દરમિયાન પુરુષો બાળકો, વડીલોની આ દિવસો દરમિયાન સારસંભાળ રાખનારી અને જિંદગીભર પરિવારજનો માટે વોરિયર્સ સમાન મહિલાઓ પણ ખરા અર્થમાં પરમનન્ટ વોરિયર્સ ગણાય એથી 1 મેના મેં સ્ક્રિપ્ટ તૈયાર કરી અને મારા સાથી કલાકારોને મેં વાત કરી, તુરંત તેઓએ હા પાડી અને મેં બીજા દિવસે વ્હોટ્સએપ ગ્રુપ બનાવી તેઓના ડાયલોગ અને અભિનયની સ્ક્રિપ્ટ મૂકી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અમે 7 કલાકારોએ ત્રણ દિવસમાં અભિનય કરી પોતપોતાના વિડિયો બનાવીને મોકલી દીધા હતા. એ પછી દર્શન ગાલાએ વિડિયો એડિટિંગનું કામ કરીને અમે ફિલ્મને શનિવારે સોશિયલ મિડિયા પર અપલોડ કરી દીધી હતી.
આ શોર્ટ ફિલ્મ “લોકડાઉનની રામાયણ’’ હાલના સમયને અનુરૂપ
આ ગુજરાતી શોર્ટ ફિલ્મમાં 7 કચ્છી કલાકારોમાં હિરેન ગોસર (વીઠ), રાજેશ ગડા (લાયજા), નિરવ શાહ (તલવાણા), દર્શન ગાલા (છાસરા), રૂપલ ગડા (લાયજા), પૂજા ગડા (રાયઘણજાર) અને ચાર્મી ગડા (કોડાય)એ અભિનય કર્યો છે. આ ફિલ્મમાં એક પરિવારના પિતા અને તેના ત્રણ દીકરા અને તેની ત્રણ વહુઓ વચ્ચે સંવાદ જોવા મળે છે. લોકડાઉન દરમિયાન પત્નીઓની કામગીરી વિશે ડંફાસ મારતા અને તે કામગીરી એક દિવસ માટે ત્રણેય દીકરાઓએ ઉપાડેલી ચેલેન્જ અને તેમાં તેઓ નિષ્ફળ જઈને વોરિયર્સ સમાન પત્નીઓ સામે હાર સ્વીકારતાં નજરે પડે છે, 16 મિનિટની આ શોર્ટ ફિલ્મ “લોકડાઉનની રામાયણ’’ હાલના સમયને અનુરૂપ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.