કાર્યવાહી:કોલ્હાપુરમાં કચ્છી વેપારીની ખંડણી માટે હત્યા, ચારની ધરપકડ કરાઈ, રૂ. 15 લાખની ખંડણી માટે ધમકી આવી હતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોલ્હાપુરમાં હાતકણંગલે સ્થિત 34 વર્ષના લાકડાના કચ્છી વેપારીની ખંડણી માટે હત્યા કરવામાં આવી છે. આ અંગે પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. મૃતકને દીપક હીરાલાલ પટેલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.દીપકની લાશ કોલ્હાપુર જિલ્લાના પાટપન્હાળા ગામમાંથી મળી આવી હતી. દીપકના પરિવારને થોડા દિવસ પૂર્વે જ રૂ. 15 લાખની ખંડણી માટે ધમકી આવી હતી. દીપકના ફોન નંબર પરથી જ આ ધમકી આવી હતી.

જોકે પરિવાર તરફથી કોઈ જ પ્રતિસાદ નહીં મળતાં ખંડણી માગવા માટે ઉપયોગ કરાતો મોબાઈલ સ્વિચ ઓફફ થઈ ગયો હતો અને અચાનક તે એક યુગલ દ્વારા એસટીની બસની સીટમાં છુપાવેલી સ્થિતિમાં મળી આવ્યો હતો.તેના કોલ રેકોર્ડસ અને સ્થળની વિગતોને આધારે કોલ્હાપુરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ રાધાનગરી તાલુકામાં પહોંચી હતી અને ત્યાં તેમને એવી માહિતી મળી કે એક ફાર્મમાં મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. આ સંબંધે દીપકને જાણતા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક નિકટવર્તી સંબંધી હોવાનું પોલીસે જણાવ્યું હતું.દરમિયાન પોલીસે જણાવ્યું કે થોડા દિવસ પૂર્વે દીપક ગુમ થઈ ગયો હતો, જે પછી બુધવારે તેની લાશ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...