તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:આર્થિક સંકટના લીધે કચ્છી વેપારીએ આત્મહત્યા કરી

મુંબઈ2 મહિનો પહેલાલેખક: જયેશ શાહ
 • કૉપી લિંક
 • મુલુંડ વેસ્ટમાં સાતમા માળેથી પડતું મૂક્યું

મુલુંડ- વેસ્ટમાં ભક્તિ માર્ગ પર વર્ધમાનગરમાં રહેતા 45 વર્ષના કચ્છી લોહાણા સમાજના વેપારીએ લોકડાઉનને કારણે આર્થિક સંકટનાં કારણોસર ઇમારતના સાતમા માળેથી ભૂસકો મારીને બુધવારે વહેલી સવારે આત્મહત્યા કરી હતી. મુલુંડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામનો વતની અને હાલ મુલુંડમાં નિતા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ જાદવજી ઠક્કરે (પલાણ) ઈમારતના સાતમે માળના દાદર પાસેની બારીમાંથી વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ કૂદકો માર્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ભાવેશ ઠક્કરના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ભાવેશની મુલુંડમાં જ ઈન્વર્ટરની ફેકટરી હતી, પરંતુ કોરોના રોગને લઈ લોકડાઉનને પગલે છેલ્લા 8 મહિનાથી બંધ હતી. આથી બેંક સહિતનું આર્થિક દેવું વધી જતાં નિરાશામાં અંતિમ પગલુ ભર્યું હતું. મુલુંડ પોલીસે ભાવેશ ઠક્કરના મૃતદેહને રાજાવાડી હોસ્પીટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ બાદ સાંજે પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. જોકે આ કેસમાં પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો