આયોજન:કચ્છી સંત હરિદાસજી મહારાજ 1800 કિ.મી.ની પદયાત્રા કરશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છી હરિદ્વાર આશ્રમના અઢાર વર્ણના સંત ગુરુ મહારાજ શ્રી હરિદાસજીએ કચ્છી આશ્રમ મૂર્ચબાણથી બદ્રીનાથ સુધીની આશરે 1800 કિ.મી.ની પદયાત્રાનો આરંભ કર્યો છે. મહારાજશ્રી હાલમાં જયપુર - રાજસ્થાન પહોંચ્યા હતા, જ્યાં રાજસ્થાનના કડવા પાટીદાર સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ અંગેનું સર્વે આયોજન કરાયું હતું.

આ પદયાત્રામાં નવી મુંબઈ એ.પી.એમ.સી. સ્થિત અનાજ બજારની ગ્રોમા સંસ્થાના માનદ મંત્રી અને ટ્રસ્ટી ભીમજીભાઈ ભાનુશાલી, દિનેશભાઇ, નીતિનભાઈ, હંસરાજભાઈ જોડાયા હતા. મહારાજશ્રીની આ પદયાત્રાનો મહત્ત્વનો ઉદ્દેશ હાલમાં ચાલી રહેલી વિશ્વની અરાજક પરિસ્થિતિમાંથી મુક્તિ અને વૈશ્વિક સુખશાંતિ અર્થે ભગવાન શ્રી બદ્રીનાથજીને પ્રાર્થના કરવાનો છે.

મહારાજશ્રી વિશ્વ કલ્યાણાર્થે આ કઠણ પદયાત્રા કરી રહ્યા છે. ભગવાન શ્રી ઓધવરામજી અને શ્રી વાલરામજી તેઓને આ પદયાત્રા સફળ રીતે પાર પાડવા અર્થે શક્તિ આપે તેવી પ્રભુચરણે પ્રાર્થના. મહારાજશ્રીની આ પદયાત્રા દરમ્યાન સત્સંગની જ્યોત પણ પ્રજ્જવલિત રાખી છે. આ પદયાત્રામાં કચ્છી આશ્રમના ટ્રસ્ટી અશોકભાઈ ભાનુશાલી (વલસાડવાળા), તુલસીભાઇ દામા, શંભુભાઈ, ખીમજીભાઈ, વિનોદભાઈ, જિજ્ઞેશભાઈ, કિશોરભાઈ, ભાવેશભાઈ -રાજકોટવાળા તથા ડો. રાજેશ ગોરી -ભુજવાળા પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...