તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ:બોરીવલીમાં કચ્છી શખસ 20 દિવસથી ગુમ થતાં ચિંતા

મુંબઈએક વર્ષ પહેલાલેખક: જયેશ શાહ
  • કૉપી લિંક
  • કચ્છ સહિત સર્વ સંભવિત સ્થળે શોધખોળ છતાં કોઈ પત્તો નથી

બોરીવલી- ઈસ્ટમાં રહેતા એક 56 વર્ષના કચ્છી ભરત રામજી સાવલા છેલ્લા 20 દિવસથી ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયો છે. કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કચ્છી વીશા ઓસાવાળ સમાજના અને પોતાની માલિકીનો ટેમ્પો ચલાવતા ભરત સાવલાની પત્ની રેખા સાવલાએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, 20 જુલાઇએ સવારે સવારે 9.30 વાગ્યાથી તેઓ ગુમ છે. મારો દીકરો પણ ઘરમાં હતો, પરંતુ તેને પણ કશું કહ્યું નહીં. તે દિવસે તેઓએ નિત્યક્રમ મુજબ સવારે ચા-નાસ્તો કરીને સ્નાન પછી પૂજા-પાઠ કર્યા હતા. તેઓ સફેદ શર્ટ અને બ્લેક-પેન્ટ પહેરીને ઘરમાં કોઇને કહ્યા વગર જતા રહ્યા હતા.

મે 31 જુલાઇએ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
થોડી વાર પછી ઘરની ઈમારતમાં નીચે આસપાસમાં જઇને જોયું. અમારો ટેમ્પો પાર્કિંગમાં રહે છે ત્યાં પણ જોયું. ટેમ્પો ત્યાં જ હતો. એથી મને એમ કે થોડા દિવસ પહેલાં કચ્છમાં જવાનું કહેતા હતા એટલે બસની પૂછપરછ કરવા ગયા હશે, પરંતુ જમવાનો સમય થવા છતાં તેઓ ઘરે નહીં આવતાં તેમના મોબાઇલ ફોન પર કોલ કર્યો, પરંતુ મોબાઇલ ઘરમાંથી જ મળ્યો. એક-દોઢ વર્ષ પહેલાં પણ તેઓ આ રીતે ઘરે કોઇને કહ્યા વગર જતા રહ્યા હતા અને 8 દિવસ બાદ જાતે પરત આવ્યા હતા. એથી અમે કચ્છમાં અને સગાંસંબંધીને ફોન કરીને પૂછપરછ કરી, પરંતુ 10 દિવસ પછી પણ તેમની કોઇ ભાળ નહીં મળતાં આખરે મે 31 જુલાઇએ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...