તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કચ્છ- શક્તિ નેશનલ એવોર્ડ જાહેરઃ ચંદ્રકાંત ગોગરી કચ્છરત્ન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અષાઢી બીજે કચ્છી નવા વર્ષની ઉજવણી સાથે સન્માન કાર્યક્રમ

કચ્છ- શક્તિ નેશનલ એવોર્ડ 2021ની પસંદગી સમિતિની મિટિંગમાં 2021ના એવોર્ડ વિજેતાઓનાં નામો કન્વીનર હેમરાજ શાહે જાહેર કર્યાં છે. આ મુજબ કચ્છ રત્ન એવોર્ડ ચંદ્રકાંત ગોગરી, સમાજરત્ન એવોર્ડ માંડવીના ડો. કૌશિક શાહ અને સુધીર વોરા, સમાજસેવા એવોર્ડ માધાપરના હિતેશ હિંમતલાલ ખંડોર અને ચેન્નાઈના રાજેન્દ્ર મોમાયા ઉર્ફે રાજેશને જાહેર થયા છે. કચ્છ શક્તિનું આ 41મું વર્ષ છે.

ભુજના પબુ ગઢવીને સાહિત્યરત્ન, રમતગમત એવોર્ડ અમદાવાદનાં માનસી જોશી, નૃત્યરત્ન ભુજનાં યેશા લક્ષ્મીકાંત ઠક્કર, ભુજના બાળ કલાકાર ધ્યાના મિલન સોની, ગાંધીધામના અદ્વીત નવીન અંજારીયાને પત્રકાર એવોર્ડ, માંડવીના ગોરધન કવિને પ્રવક્તા એવોર્ડ, શ્રેષ્ઠ પુસ્તક માટે કચ્છની વનૌષધિના લેખક જત નગરના હાજી સુલેહમહમ્મદ જત અને શિક્ષણ એવોર્ડ ભુજનાં નૂતનબેન ધીરેન્દ્ર મહેતાને જાહેર થયાં છે. ચાર નામ પછીથી જાહેર કરાશે.

સન્માન કાર્યક્રમ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની પૂર્વસંધ્યાએ 11 જુલાઈએ સાંજે 6 વાગ્યાથી નવનીત હોલ, ગુજરાતી સમાજ ભવન, લોટસ પેટ્રોલપંપ સામે, અંધેરી- જોગેશ્વરી પૂર્વ ખાતે યોજાશે. પસંદગી સમિતિમાં તરલાબેન જયંત છેડા, કનૈયાલાલ જોશી, બિપિન નાગડા, વેલજી બોરીચા, ચીમન મોતા અને એડ. પીયુષ એમ શાહે કામગીરી બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...