છેતરપિંડી:15.26 કરોડના બોગસ આઈટીસી કૌભાંડમાં કુર્લાના વેપારીની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 બોગસ કંપનીઓ ઊભી કરીને જીએસટી સાથે છેતરપિંડી આચરી

15 બોગસ કંપનીઓ કાગળ પર બતાવીને કરોડો રૂપિયાનો ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો ખોટી રીતે લાભ લેનારા કુર્લાના વેપારીની સીજીએસટી કમિશનર મુંબઈ ઈસ્ટની કરચોરી વિરોધી પાંખે ધરપકડ કરી છે.મેસર્સ લક્ષિન મેટલ્સ પ્રા. લિ.એ રૂ. 15.26 કરોડનો આઈટીસીનો ખોટી રીતે લાભ લીધો હતો. માલો અથવા સેવાઓનો વાસ્તવમા પુરવઠો કે પ્રાપ્તિ કર્યા વિના લાભ લઈને છેતરપિંડી કરી હતી.

આ માટે આશરે 15 કંપનીઓ કાગળ પર ઊભી કરી હતી અને પરૂ. 84 કરોડના બોગસ ઈન્વોઈસ જારી કરવામાં આવ્યાં હતાં.કંપનીના ડાયરેક્ટરે આ જીએસટી છેતરપિંડીમાં ભૂમિકા કબૂલ કરી હતી. તેની ગુરુવારે ધરપકડ કરીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાતાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2021-22માં વિભાગે રૂ. 1002 કરોડની જીએસટી ચોરી પકડી પાડી હતી. તેમાંથી રૂ. 124 કરોડ વસૂલ કર્યા છે અને બે કર ચોરોની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં આવા કરચોરો વિરુદ્ધ ઝુંબેશ વધુ ઉગ્ર બનાવવામાં આવશે, એમ વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...