તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Krunal Pandya Detained At Mumbai Airport, Krunal Apologizes, Leaves DRA And Hands Over Case To Customs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:ક્રુણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર અટકાયત, ક્રુણાલે માફી માગતાં DRAએ છોડી મૂક્યો અને કેસ કસ્ટમ્સને સોંપી દીધો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સનો ઓલ-રાઉન્ડર ક્રુણાલ પંડ્યાને ગુરુવારે ડ્યુટી ચોરી માટે મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો. આઈપીએલ રમીને યુએઈથી ચાર્ટર્ડ ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલા ક્રુણાલ પાસે સોનું અને મૂલ્યવાન ચીજો હોવાની શંકા પરથી તેની તપાસ કરવામાં આવી હતી. તે સમયે તેની પાસે સોના સાથે કીમતી ઘડિયાળો પણ મળી આવી હતી, જેને લઈ તેને અટકાયતમા લેવાયો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્રુણાલ આશરે રૂ. 1 કરોડ મૂલ્યનાં ઘડિયાળ લાવ્યો હતો. તેમાં બે હીરાડિત ઓડિમાર્સ પિક્વેટ અને બે રોલેક્સ મોડેલના ઘડિયાળોનો સમાવેશ થતો હતો. તેની આશરે રૂ. 38 લાખ ડ્યુરી ભરવાની આવે છે, જે તેણે ભરી નહોતી. આથી તેની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં ડીઆરઆઈએ આ કેસ એરપોર્ટ સ્થિત કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટને સોંપી દીધો હતો. આઈએએનએસના રિપોર્ટ અનુસાર ક્રુણાલે નિયમોની જાણ નહીં હોવાનું જણાવ્યું હતું. તેણે માફી માગી હતી અને તેની સામે દંડ ભરવાની પણ તૈયારી બતાવી હતી. ઉપરાંત તેણે આવી ભૂલ ફરીથી નહીં કરશે એમ પણ જણાવ્યું હતું,

જેને લઈ ડીઆરઆઈએ તેને જવા દીધો હતો, જ્યારે ઘડિયાળ કસ્ટમ્સના કબજામાં સોંપવામાં આવ્યા છે, જે ક્રુણાલે રૂ. 38 લાખની ડ્યુટી ભરીને છોડાવવાના રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.ક્રુણાલે યુએઈમાં અમુક અત્યંત મૂલ્યવાન સોનાની ચેઈન અને અન્ય ચીજો ખરીદી કરી હતી, જેનું કુલ મૂલ્ય ભારતીય કાયદામાં મંજૂર મર્યાદાથી વધી ગયું હતું. કસ્ટમ્સ ધારા હેઠળ પ્રવાસી રૂ. 50,000 અથવા ઓછી કિંમતની ચીજો ખરીદી લાવે તો કોઈ કર લાગુ થતો નથી અને કસ્ટમ્સને જાહેર પણ કરવું પડતું નથી.

જોકે રૂ. 50,000થી વધુની ચીજો ખરીદી લાવે તો અરાઈવલ્સના રેડ ચેનલ વિસ્તારમાં કસ્ટમ્સ સામે તે જાહેર કરવાનું રહે છે અને એરપોર્ટ પરથી બહાર નીકળવા પૂર્વે આશરે રૂ. 36 ટકા કસ્ટમ્સ ડ્યુટી ભરવાની રહે છે.જો પ્રવાસી રૂ. 20 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે ચીજો સાથે પકડાય તો કસ્ટમ્સ તેને દંડ કરી શકે અને જરૂર પડ્યે ધરપકડ પણ કરી શકે છે. જોકે પ્રવાસીને ત્યાં જ કેશ ડિપોઝિટ સામે જામીન મળી જાય છે. જોકે રૂ. 1 કરોડથી વધુની ચીજો જાહેર નહીં કરાય તો પ્રવાસીની ધરપકડ રાય છે અને મેજિસ્ટ્રેટ કોર્ટ સામે ઊભો રાખીને જ્યુડિશિયલ કસ્ટડી માગવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો