નિવેદન:કોરેગાવ- ભીમા હિંસાચાર માટે ફડણવીસ સરકાર જ જવાબદાર

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવારે અનેક પ્રશ્નોના સિફતપૂર્વક ઉત્તર આપ્યા

કોરેગાવ ભીમા હિંસાચાર માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની તત્કાલીન સરકાર જ જવાબદાર છે. હિંસા નિયંત્રણમાં લાવી શકાઈ હોત, પરંતુ તેવું કરાયું નહીં. રાજકીય ઈચ્છાશક્તિના અભાવથી હિંસાચાર થયો. ભાજપ સરકારે સમયસર ઉપાયયોજના કરી નહોતી, એવો ગંભીર આરોપ શરદ પવારે કર્યો હતો.મિલિંદ એકબોટે અને સંભાજી ભિડે વિશે અખબારોમાં વાંચ્યું છે.

જોકે તેમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી, એવો દાવો રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારે કર્યો હતો. કોરેગાવ ભીમા હિંસાચાર પ્રકરણમાં તેમની સરકારી સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી.આ હિંસાચાર પ્રકરણ નિવૃત્ત જસ્ટિસ જે એન પટેલ અને પંચના સભ્ય સુમિત મલિકની અધ્યક્ષતામાં પવારની સાક્ષી નોંધવામાં આવી હતી. તેમાં પવારે અમુક ખુલાસા કર્યા છે.

ખાસ કરીને આ હિંસાચાર પ્રકરણે પવારે અમુક આરોપ કર્યા હતા. આથી તેમની પંચ સમક્ષ સાક્ષી નોંધાવવામાં આવી હતી. મિલિંદ એકબોટે અને સંભાજી ભિડેએ વઢૂ બુદ્રુક ખાતે ધર્મવીર સંભાજી મહારાજ સ્મૃતિ સમિતિ સ્થાપી હતી તે વિશે તમે જાણો છો એવું પુછાતાં પવારે જણાવ્યું કે મેં એફિડેવિટમાં જેટલું કહ્યું છે તેટલું જ બોલીશ. કોરેગાવ- ભીમા હિંસાચાર ઘટના બાબતે મને અખબારોમાં આવેલી માહિતીમાંથી જાણકારી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...