તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોંકણની હાફુસ કેરીની હોલેન્ડ -UKમાં નિકાસ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગ્રાહકો સુધી પ્રત્યક્ષ કેરીઓ પહોંચાડવાને લીધે ખેડૂતોને બમણો લાભ

ખેતીની હાફુસ કેરી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વેપારી, બજાર પર આધાર રાખતા કોંકણના ખેડૂતો હવે સ્વાવલંબી બની ગયા છે. ગયા વર્ષો કોરોનાને લીધે બજાર બંધ હોવા છતાં ખેડૂતોએ રોકાયા વિના હાફુસનું સીધું વેચાણ કરવાથી નિયમિત કરતાં તેમને આ પદ્ધતિથી બમણો ભાવ મળ્યો હતો. આ સીધા વેચાણની પદ્ધતિ આ વખતે પણ અજમાવવામાં આવી રહી હોઈ તેને લીધે હાફુસની નિકાસમા વધારો થઈ રહેલો જણાય છે.વિદેશમાંથી હાફુસ કેરીની માગણીમાં પ્રચંડ વધારો થયો છે. આ વખતે પહેલી જ વાર હોલેન્ડમાં 400 ડઝન અને યુકેમાં 400 ડઝન કેરીની પેટીઓની માયકો દ્વારા નિકાસ કરવામાં આવી.

આ નિકાસ પેટીનો આરંભ રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારને હસ્તે કરવામાં આવ્યો. માયકો દેશના પ્રથમ મેંગોટેક પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને સીધા વેચાણ માટે બજાર ઉપલબ્ધ થઈ હોઈ તેમને યોગ્ય વળતર પણ મળી રહ્યું છે.કોંકણના હાફુસનો સુગંધ અને સ્વાદ દુનિયામાં લઈ જવાના પ્રયાસમાં ખેતીમાંથી હાફુલ કેરી સીધી બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવાની સંકલ્પના ખરેખર સારી છે. સરકાર ખેડૂતોને પીઠબળ આપતી હોઈ તેમને પ્રોત્સાહન આપતા દરેક ઉપક્રમમાં અમારો ટેકો કાયમ રહેશે, એવી બાંયધરી અજિત પવારે આ સમયે આપીને આ સંકલ્પનાના ખાસ વખાણ કર્યાં હતાં.

ટૂંક સમયમા જ મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે કેરીની બજાર આયોજિત કરવામાં આવશે, જે માટે સરકાર દ્વારા સંપૂર્ણ ટેકો આપવામાં આવશે, એવું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.દરમિયાન હાફુસને નામે અમુક ઠગો કર્ણાટકી કેરી વેચી રહ્યા છે. આને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત ગ્રાહકોને હલકા દરજ્જાની કેરી મળતી હોઈ તેમની છેતરપિંડી થાય છે. આ બધું ધ્યાનમાં લાવીને પગલાં લેવા અમે પવારને આવેદન આપ્યું છે, એમ ગ્લોબલ કોંકણના સ્થાપક સંજય યાદવરાવે આ કાર્યક્રમ સમયે જણાવ્યું હતું.

માયકો હાઈટેક ડિજિટલ પ્લેટફોર્મ છે. આને કારણે કોંકણના જીઆઈ ટેગ હાફુસ દુનિયાભરના કેરી પ્રેમીઓને સહજ ઉપલબ્ધ થતા હોઈ આ પ્લેટફોર્મને મુંબઈ, મહારાષ્ટ્ર અને વિદેશમાંથી પણ ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે, એમ માયકોના સીઈઓ દિપ્તેશ જગતાપે આ સમયે જણાવ્યું હતું.

કર્ણાટકી કેરીને લીધે છેતરપિંડી
એપ્રિલની આખર અને મેની શરૂઆતમાં હાફુસ કેરીના ભાવ પ્રચંડ ઓછા થતા હોવાથી છેલ્લાં 10-15 વર્ષ કોંકણના હાફુસ આંબાના ખેડૂતોને માથે દેવું થઈ જતું હતું. આનું મુખ્ય કારણ દક્ષિણ ભારતમાંથી હાફુસ જેવા દેખાતા આંબાને કોંકણના હાફુસ તરીકે વેચીને છેતરપિંડી કરવામાં આવે છે. આ બંને કેરીનો સ્વાદ, ગુણવત્તા અને છાલમાં પણ ફરક હોય છે. કોંકણના હાફુસની સાલ પાતળી હોય છે, કેરી ગોળાકાર હોય છે, જ્યારે અંદરથી કેસરી રંગની હોય છે, જ્યારે કોંકણના આંબા પરની છાલ જાડી હોય છે, આકારમાં નીચેની બાજુ સાંકડી હોય છે અને અંદરથી પિળાશ રંગ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો