• Gujarati News
  • Local
  • Mumbai
  • Kirti Rana, Mahendra Shah And Others Elected Unopposed In Keit, 5000 Organizations Working In 31 States

ચૂંટાણી:કીર્તિ રાણા, મહેન્દ્ર શાહ સહિત કેઈટમાં બિનહરીફ ચૂંટાયા, 31 રાજ્યમાં 5000 સંગઠન કાર્યરત સંસ્થા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સની વિડિયો કોન્ફરન્સથી 2020-22ના સમયગાળા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કીર્તિભાઈ રાણા બિનહરીફ રાષ્ટ્રીય સિનિયર વીપી ચૂંટાયા હતા. કેઈટ દેશનાં 31 રાજ્યમાં આશરે 5000 સંગઠન અને કરોડો વેપારીઓની રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા છે. આ સાથે રાષ્ટ્રીય ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતીયા, રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ, રાષ્ટ્રીય સિનિયર વીપી બ્રિજમોહન અગ્રવાલ, ટીમ કેઈટના વરિષ્ઠ લલિત ગાંધી, સુમીત અગ્રવાલ સહિત તમામ બિનહરીફ ચૂંટાયા હતા, એમ બોમ્બે મૂડીબજાર કરિયાણા એસોસિયેશનના વાઈસ ચેરમેન દિવ્યેશ શાહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...