તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજાત બાળકી સાથે દુષ્કર્મ:પૈસા ના મળતાં કિન્નરે નવજાત બાળકીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું, હવસ મિટાવી દાટી દીધી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિન્નર - Divya Bhaskar
કિન્નર
  • પોલીસે કિન્નર અને તેના સાગરીત વિરુદ્ધ ગેન્ગરેપની કલમ લગાવી

નવજાતનો જન્મ થયો તેની ખુશીમાં રૂ. 1100, સાડી અને નારિયેળ નહીં આપી શકતાં ત્રણ મહિનાની નવજાત બાળકીનું અપહરણ કરીને ખાડી નજીક કીચડવાળી જમીનમાં જીવતી દાટી દેવાના પ્રકરણે કમકમાટીજનક વાત મુંબઈમાં બહાર આવી છે. નવજાતનું અપહરણ બાદ કિન્નર અને તેના સાગરીતે નવજાત સાથે દુષ્કર્મ કર્યું હતું, એવું જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં જણાયું છે, આથી પોલીસે હવે કિન્નર અને તેના સાગરીત સામે ગેન્ગરેપની કલમ પણ ઉમેરી છે.

ગુપ્તાંગમાં ઈજાનાં નિશાન મળ્યાં
નવજાતનું મૃત્યુ પાણીમાં ડુબાડવાથી થયું હતું અને તેના ગુપ્તાંગમાં ઈજાનાં નિશાન મળી આવ્યાં છે, જેને આધારે ગેન્ગરેપની કલમ ઉમેરવામાં આવી છે, એમ સિનિયર પીઆઈ રાજકુમાર ડોંગરેએ જણાવ્યું હતું. દરમિયાન નવજાતનાં પરિવારજનોએ આરોપ કર્યો છે કે આરોપી કન્નુ દત્તા ઉર્ફે કન્હૈયા કિન્નર નથી, આથી તેનું પણ તબીબી પરીક્ષણ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.

મૃત્યુ પામેલી નવજાત બાળકી.
મૃત્યુ પામેલી નવજાત બાળકી.

જન્મની ખુશીના પૈસા ના મળતાં આચર્યું આ કૃત્ય
આ ઘટના તળ મુંબઈના કફ પરેડની હદમાં આંબેડકરનગરમાં વિઠ્ઠલવાડી ખાતે બની હતી. આ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય ચિતકોટ પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો. દંપતીને એક છ વર્ષનો પુત્ર છે, જે પછી ઘરમાં લક્ષ્મી જન્મી હતી. તેનું નામ આર્યા રાખ્યું હતું. જોતજોતાંમાં નવજાત બાળકી ત્રણ મહિનાની થઈ ગઈ હતી. દીકરી જન્મવાથી કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષિસ લેવા 8 જુલાઈએ રાત્રે રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂ. 1100 માગ્યા હતા.

જોકે કોરોનાને લઈને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેઓ બક્ષિસના રૂપમાં કશું જ કિન્નરને આપી શક્યા નહોતા. આનો રોષ મનમાં રાખી મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાના જોડીદાર સોનુ કાળેને લાવ્યો હતો. ચિતકોર પરિવારનો ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને આરોપી છુપા પગલે ઘરમાં ઘૂસી ગયા અને નવજાતને ઉઠાવી ગયા હતા.

સમગ્ર ઘટના ક્રમ
દીકરી જન્મવાથી કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષિસ લેવા રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂ. 1100 માગ્યા હતા, એમ સિનિયર પીઆઈ રાજકુમાર ડોંગરેએ જણાવ્યું હતું.

જોડીદાર સાથે મળીને કૃત્ય

જોકે કોરોનાને લઈને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેઓ બક્ષિસના રૂપમાં કશું જ કિન્નરને આપી શક્યા નહોતા, આથી તે ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગયો હતો. તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું. આ મુજબ યોજના ઘડીને ગુરુવારે મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાની જોડીદાર સોનુ કાળેને જોડે લઈ ગયો હતો.

ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને કિન્નર છુપા પગલે ઘરમાં ઘૂસી ગયા અને નવજાત બાળકીને ઉઠાવી ગયા હતા. આ પછી નવજાત બાળકીને આંબેડકરનગરની પાછળના ભાગમાં આવેલી ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. બીજી બાજુ સવારે પરિવાર જાગ્યો ત્યારે નવજાત ગુમ થયાનું જોઈને આંચકો લાગ્યો હતો. આ અંગે પરિવારે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસે કિન્નર અને તેના સાગરીતને ઝડપી લીધા હતા, જેમણે પછી હત્યાની કબૂલાત કરી હતી, એમ ડીસીપી શશિકાંત મીનાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...