તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:કિડનીનું કેન્સર 45 કરતાં ઓછી ઉંમરમાં ભાગ્યે થાય છે, નિષ્ણાત

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક રિસર્ચ પ્રમાણે કિડનીનું કેન્સરના નિદાનની સરેરાશ ઉંમર 64 વર્ષ છે

દુનિયાભરમાં માનવજાતને અસર કરતા રોગચાળામાંથી આપણે બહાર આવી રહ્યા છીએ ત્યારે કિડનીના કેન્સર વિશે જાગૃતિ લાવવાનો મહિનો આ પ્રકારના કેન્સર વિશે કેટલાંક ભ્રમ દૂર કરવાનો ઉચિત સમય છે, જેથી દર્દીઓને કેટલીક ખોટી ધારણાઓ દૂર કરવામાં મદદ મળે અને તેઓ તેમના કેન્સર માટે સમયસર સારવાર મેળવી શકે, એમ ડૉ. સંતોષ એસ વાઇગંકર, કન્સલ્ટન્ટ, યુરોલોજિક ઓન્કોલોજી એન્ડ રોબોટિક સર્જરી, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈએ જણાવ્યું હતું.

કેટલાંક કેન્સર અસમાન રીતે યુવાનોને અસર કરે છે ત્યારે કિડનીનું કેન્સર એમાં સામેલ નથી. નિદાનનું સરેરાશ આયુષ્ય 64 વર્ષ છે અને 45 વર્ષથી ઓછી વયના લોકોમાં કિડનીનાં કેન્સરનું નિદાન ભાગ્યે જ થાય છે. જોકે જીવનશૈલી અને ભોજનની આદતોમાં પરિવર્તન, નિયમિત એક્ઝિક્યુટિવ હેલ્થ ચેક-અપ્સ વહેલાસર કિડનીના કેન્સરના નિદાન તરફ જાય છે અને યુવાવસ્થામાં જ એની જાણકારી મળે છે. આનુવંશિક કેન્સર ભાગ્યે જ જોવા મળે છે, જેમાં નાની વયે અસર થઈ શકશે. હકીકતમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધવાથી અને લોકો દર વર્ષે ચેક-અપ્સ કરાવતા હોવાથી કિડનીના કેન્સરનું નિદાન નિયમિત અલ્ટ્રાસાઉન્ડ અને યુરિન ટેસ્ટ સાથે થઈ શકે છે.

વહેલાસર નિદાન વહેલાસર ઉત્કૃષ્ટ સારવાર તરફ અને દર્દી માટે લાંબાં આયુષ્ય તરફ દોરી જશે. એક ભ્રમ એવો છે કે કિડનીનું કેન્સર પુરુષો અને મહિલાઓ એમ બંનેમાં સૌથી સામાન્ય 10 કેન્સર પૈકીનું એક છે. હેલ્થ ચેક-અપ્સ કરાવવામાં વધારો થવાથી પ્રાથમિક તબક્કામાં કિડનીના કેન્સરનું નિદાન વધારે થાય છે. જોકે વાસ્તવિકતા એ છે કે ધૂમ્રપાનથી કિડનીનું કેન્સર થવાનું જોખમ બમણું થાય છે. ધૂમ્રપાન કિડનીનું કેન્સર થવા માટે પુરુષોમાં 30 ટકા અને મહિલાઓમાં આશરે 25 ટકા જવાબદાર છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો