ભાસ્કર વિશેષ:ખારેગાવ ફલાયઓવર 25 ડિસે. સુધી પૂર્ણ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલ શરૂ થતા મધ્ય રેલવેના માથાના દુખાવો બનેલ ફાટક બંધ થશે

છેલ્લા અનેક વર્ષોથી કલવા ખારેગાવ ખાતેનું રેલવે ફાટક મધ્ય રેલવેના માથાનો દુખાવો બન્યો હતો. એમાંથી હવે મધ્ય રેલવે અને કલવાના નાગરિકોનો છૂટકારો થશે કારણ કે આગામી 25 ડિસેમ્બર સુધી ત્યાં બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરનું કામ પૂરું થશે એમ થાણે મહાપાલિકાએ મધ્ય રેલવેને એક પત્ર દ્વારા જણાવ્યું છે.

આમ થતા ખારેગાવ ફાટક હંમેશા માટે બંધ થશે. એનો ફાયદો રેલવે પ્રવાસીઓ પ્રમાણે કલવા પૂર્વ અને પશ્ચિમના રહેવાસીઓને થશે. કલવાના ખારેગાવ રેલવે ફાટકના લીધે થઈ રહેલો ત્રાસ જોતા 2006માં ત્યાં એક પુલ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. એને 2008માં થાણે મહાપાલિકાએ મંજૂર કરીને પુલ બાંધવાના કામની શરૂઆત કરી. જોકે એ પછી કલવા પૂર્વ અને પશ્ચિમમાં જે ઠેકાણે પુલ ઉતારવાનો હતો ત્યાં જમીનના અનેક વિવાદ પ્રકાશમાં આવ્યા.

એમાંથી મફતલાલ કંપનીની જમીનના વિવાદના લીધે સૌથી વધારે વિલંબ થયો. તેથી આ કામ 2015માં પૂરું થયું. એમાં પણ થાણે મહાપાલિકાએ અત્યંત ધીમી ગતિએ કામ કરતા હજી કામ પૂરું થયું નહોતું. હવે આ ફ્લાયઓવરનું તમામ કામ પૂરું થયું છે. જ્યારે આ ફ્લાયઓવર શરૂ થશે એ જ સમય ખારેગાવ રેલવે ફાટક બંધ કરવામાં આવશે અને મધ્ય રેલવે એની લોકલ સેવા સરળતાથી ચાલુ રાખી શકશે.

બીજી તરફ આ રેલવે ફાટક બંધ થયા બાદ પાંચમા અને છઠ્ઠા ટ્રેકનું બાકીનું કામ પૂરું કરવામાં આવશે. તેથી ખારેગાવ ફ્લાયઓવર ક્યારે શરૂ થાય એના પર અનેક પ્રકલ્પ આધાર રાખે છે. હવે સીધા થાણે મહાપાલિકા ન્યૂઝ અધિકૃત પત્ર દ્વારા 25 ડિસેમ્બર સુધી પુલનું કામ પૂરું થશે એમ જણાવવાથી મધ્ય રેલવેની મુશ્કેલી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...