ભાસ્કર વિશેષ:કેરળનાં રાજપક્ષી ગ્રેટ હોર્મ બિલ કોંકણની મુલાકાતે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ જોડી મળી આવતાં પક્ષીપ્રેમીઓમાં કચકડે કંડારવા ભારે ઉત્સુકતા

દેવભૂમિ કેરળનાં રાજપક્ષી ગ્રેટ હોર્ન બિલ કોંકણની ભૂમિમાં ખેડ ખાતે પક્ષીમિત્રોની દશ્ટિમાં આવ્યાં હોઈ અહીંની વનરાજીમાં તેણે દાખલ થયાની વરદી આપતાં પક્ષીપ્રેમીઓમાં તેમને કચકડે મઢી લેવા માટે ઉત્સુકતા જાગી છે. હોર્ન બિલ પક્ષી સમૂહમાં રાખોડી અને કાળા રંગના હોર્ન બિલ પક્ષીઓએ કોંકણને અગાઉથી જ પોતાનું ઘર બનાવી રાખ્યું ચે. જોકે ગ્રેટ હોર્ન બિલ દુર્લભ પક્ષી ક્યારેક જ નજરે પડે છે એમ પક્ષીપ્રેમીઓનું કહેવું છે. તેણે કોંકણમાં આવ્યાની વરદી આપી તે સુખદ બાબત છે. સુકીવલી, કુડોશી, તળે, રસાળગડ વિસ્તારમાં ત્રણ જોડીઓ મળી આવી છે.આ અરણ્યમાં રહેતાં પક્ષી હોઈ બહુ મોટાં અને ઊંચાં ઝાડ પર નાનો માળો બનાવીને તે રહે છે.

ખેડમાં ઉપર ઉલ્લેખ કરેલા ભાગોમાં ઊંચાં ઝાડ અને જંગલ છે. છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી આ જોડીઓ અહીં જોવા મળે છે. દેવભૂમિ કેરળનાં સુંદર ગ્રેટ હોર્ન બિલ કોંકણમાં દાખલ થવાથી તેને જોવા માટે પક્ષીપ્રેમીઓમાં ઉત્સાહનું વાતાવરણ છે.તેને મલબારી ધનેશ, ગરુડ ધનેશ અથવા રાજ ધનેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યંત સુંદર રંગનાં આ પક્ષી ધ્યાન ખેંચી લે છે.

આ પક્ષીઓની ચાંચ બહુ મોટી અને શિંગડા જેવી હોવાથી તેને અંગ્રેજીમાં હોર્નબિલ એવું નામ આપવામાં આવ્યું છે. આ પક્ષીઓની નર-માદા જોડીઓએ ખેડ જેવા ઠેકાણે દાખલ થઈને દર્શન આપ્યાં છે. તેમની મોટી ચાંચ, શરીર પર પીળો પટ્ટો અને કાળા ગ્રે રંગનું હોર્નબિલ અન્ય હોર્ન બિલ કરતાં અલગ દેખાય છે. વિવિધ પ્રકારનાં ફળ તેનું મુખ્ય ખાદ્ય છે.

ઝાડના પોલાણમાં માળો બાંધે છે
ઝાડના પોલાણમાં તે માળો બાંધે છે અને કીચડથી ઢાંકી રાખે છે અને બચ્ચાં માટે ફક્ત અન્ય આપી શકાય એટલી નાની ઊભી તડ રાખે છે. આ તડમાંથી બચ્ચાંને ચારો આપે છે. ભારતમાં ધનેશની પાંચથી છ જાતિ છે. તેમાંથી મોટું ધનેશ (ગ્રેટ હોર્ન બિલ) સૌથી મોટું હોય છે. ઊડતી વખતે તેની પાંખનો થતો અવાજ કમસેકમ દોઢ કિમી સુધી સાંભળી શકાય છે. ઝાડ પર સ્વસ્થ નહીં બેસતાં તે ઘોંઘાટ કરતું રહે છે.

પક્ષીઓ માટે જંગલ બચાવો
જંગલ જ્યાં ટકી રહ્યાં છે ત્યાં આ પક્ષી મળી આવે છે. આથી જંગલ તોડવાનું બંધ કરવું જોઈએ. જૂનાં અને ઊંચાં ઝાડ તોડવાં નહીં જોઈએ. પક્ષી અને નિસર્ગનો સમતોલ રાખવો જોઈએ, એમ પ્રાણી- પક્ષી પ્રેમી ડો. વિનયા જંગલેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...