તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:26 ફેબ્રુઆરીએ GSTને લઈને કેઈટ દ્વારા ભારત બંધનું એલાન

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંધના સમર્થનમાં એટવાની પણ ટ્રાન્સપોર્ટરોના ચક્કાજામની ઘોષણા

ખેડૂતોનું આંદોલન શમવાનું નામ લેતું નથી ત્યાં હવે જીએસટીને લઈને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) દ્વારા આગામી 26 ફેબ્રુઆરીના રોજ ભારત બંધની ઘોષણા કરવામાં આવી છે. આ બંધના સમર્થનમાં ટ્રાન્સપોર્ટરોનું સંગઠન ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશને પણ ચક્કાજામ સાથે સમર્થન આપવાની ઘોષણા કરી છે.

નાગપુરમાં કેઈટ દ્વારા આયોજિત ત્રણ દિવસીય રાષ્ટ્રીય વ્યાપાર સંમેલનનો સોમવારથી આરંભ થયો. તેમાં દેશનાં બધાં રાજ્યોના 200થી વધુ મુખ્ય વેપારી નેતાઓએ સંયુક્ત રીતે નિર્ણય લીધો હતો. આ ઘોષણા કેઈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે અને ટ્રાન્સપોર્ટર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ સિંઘલે કરી હતી.

ભરતિયા અને ખંડેલવાલે જીએસટી કાઉન્સિલ પર જીએસટીના સ્વરૂપને પોતાના ફાયદા માટે વિકૃત કરવાનો આરોપ કરતાં જણાવ્યું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ પ્રણાલી છે. જીએસટીનું મૂળ સ્વરૂપ છે તેની સાથે રમત કરવામાં આવી છે. સર્વ રાજ્ય સરકારો પોતાના અંગત સ્વાર્થ પ્રત્યે વધુ ચિંતિત છે અને પ્રણાલી આસાન બનાવવામાં કોઈ રસ નથી. દેશના વેપારીઓ વેપાર કરવાને બદલે જીએસટી કરનું પાલન કરવામાં દિવસો સુધી જોતરાઈ રહ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે વિપરીત સ્થિતિ છે. આવ સંજોગોમાં જીએસટીના વર્તમાન સ્વરૂપ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે.

937 વખત સુધારણા
ચાર વર્ષમાં લગભગ 937થી વધુ વખત સુધારણા થયા પછી જીએસટીનો બુનિયાદી ઢાંચો બદલાઈ ગયો છે. વારંવાર કહેવા છતાં જીએસટી કાઉન્સિલે હમણાં સુધી કેઈટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં લીધા નથી. આથી વેપારીઓએ પોતાની વાત દેશભરના લોકોને જણાવવા માટે ભારત વેપાર બંધનો નિર્ણય લીધો છે, એમ કેઈટ મહારાષ્ટ્રના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો