તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનની તીવ્ર અછત:કર્ણાટકે મહારાષ્ટ્રનો ઓક્સિજન પુરવઠો અવરોધતાં મુશ્કેલી વધી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સતેજ પાટીલ - Divya Bhaskar
સતેજ પાટીલ
  • કોલ્હાપુરને હવે ઓક્સિજનની બાબતમાં આત્મનિર્ભર બનાવાશે

મહારાષ્ટ્રના કોલ્હાપુર અને અન્ય પશ્ચિમી ભાગો માટેનો ઓક્સિજનનો પુરવઠો કર્ણાટકે અવરોધીને અનેકના જીવ જોખમમાં મૂકી દીધા છે. હવે કેન્દ્રએ તુરંત તેમાં મધ્યસ્થી કરવી જોઈએ. રાજકારણ બાજુમાં મૂકીને કોવિડ-19 સંક્રમણથી સંઘર્ષ કરતા લોકોનું જીવન બચાવવા માટે કેન્દ્રએ મધ્યસ્થી કરવાની જરૂર છે, એમ મહારાષ્ટ્રના ગૃહ અને આઈટી વિભાગના રાજ્યમંત્રી સતેજ પાટીલે જણાવ્યું હતું. તેઓ કોલ્હાપુરના પાલકમંત્રી પણ છે.

કર્ણાટકે ઓક્સિજનનો પુરવઠો અવરોધતાં કોલ્હાપુર સાથે સાંગલી, સાતારા, સિંધુદુર્ગ, રત્નાગિરિમાં પણ ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થઈ છે. નોંધનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના ખાસ કરીને પશ્ચિમી ભાગ માટે 50 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો મોકલ્યો હતો, પરંતુ કર્ણાટક સરકારે તેને અવરોધ્યો છે. આને કારણે મહારાષ્ટ્રના ઉક્ત જિલ્લાઓમાં ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઈ છે, એમ પાટીલે એક નિવેદનમાં જણાવ્યું છે. કર્ણાટકના બેલ્લારીના સ્ટીલ પ્લાન્ટમાંથી મહારાષ્ટ્ર માટેનો ઓક્સિજનનો પુરવઠો અટકાવ્યા પછી પાટીલે ટ્વિટર પર ખતરાની ઘંટડી વગાડી છે.

આ ઘટના પછી કોલ્હાપુર જિલ્લાએ ઓક્સિજનના પુરવઠાની બાબતમાં સ્વસક્ષમ બનવાનું નક્કી કર્યું છે. કોવિડની ત્રીજી લહેરના વરતારો ધ્યાનમાં લેતાં કોલ્હાપુરે રાજ્ય સરકારના મિશન ઓક્સિજન હેઠળ મહત્તમ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે તૈયારી શરૂ કરી છે. અમે જિલ્લામાં 14 પ્લાન્ટ સ્થાપી રહ્યા છીએ. હાલમાં કોલ્હાપુરમાં રોજનો ઓક્સિજનનો ઉપભોગ 50.93 મેટ્રિક ટન છે, જેમાંથી 35 મેટ્રિક ટન જિલ્લામાં ઊપજાવવામાં આવે છે.

રોજ 63.66 મેટ્રિક ટનની જરૂર પડી શકે
કોવિડના દર્દીઓમાં વધારાને ધ્યાનમાં લેતાં જિલ્લામાં ભવિષ્યમાં રોજનો 63.66 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો જરૂર પડી શકે છે. પ્રસ્તાવિત પ્લાન્ટ થકી અંદાજિત ઓક્સિજન નિર્મિતી 23 મેટ્રિક ટન છે, એમ તેમણે જણાવ્યું છે. કોલ્હાપુરમાં સ્થાપવામાં આવી રહેલા ઓક્સિજન પ્લાન્ટમાં 1800 સિલિંડરની રહેશે, જે 1200 દર્દીઓને ચાલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...