તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખારના ઘરમાં ફેરફાર મુદ્દેની અરજીમાં કંગનાની પીછેહઠ, પાલિકાનો હથોડો પડવાની શક્યતા જોતાં પગલું ભર્યું

મુંબઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કંગના રણૌતે મહાપાલિકા વિરુદ્ધની લડાઈના બીજા અંકમાં એક પગલું પાછળ ભર્યું છે. મુંબઈમાં પોતાના ઘરે મહાપાલિકાનો હથોડો પડવાની શક્યતા જોતા એ સંદર્ભે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કંગના પાછળ લઈ રહી છે એમ બુધવારે કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. તેમ જ કરેલું ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે મહાપાલિકાને રીતસરની અરજી કરવા તૈયાર હોવાનું એના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું. એના પર જજ પૃથ્વીરાજ ચવ્હાણે કંગનાને સ્યૂટ આપતા મહાપાલિકાને કંગનાની આ અરજી દાખલ થાય પછી ચાર અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

ત્યાં સુધી હાઈ કોર્ટે આ કાર્યવાહી પર મૂકેલો સ્ટે યથાવત રહેશે. તેમ જ જો મહાપાલિકાનો નિર્ણય કંગનાની વિરુદ્ધ જાય અને મહાપાલિકા કાર્યવાહી કરવા મક્કમ રહે તો આ કાર્યવાહી પર બે અઠવાડિયાનો સ્ટે રહેશે જેથી કંગના એના વિરુદ્ધ ફરીથી કોર્ટમાં દાદ માગી શકે એમ હાઈ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું. કંગનાએ એના ખારના ઘરમાં કરવામાં આવેલ બાંધકામ ગેરકાયદે હોવાનું માન્ય કર્યું પણ એ પોતે કર્યું નથી, ડેવલપરે કર્યાનો કંગનાનો દાવો છે. આ બાંધકામ બચાવવા માટે કંગનાએ દિંડોશી ખાતેની દિવાની સેશન્સ કોર્ટમાં દાખલ કરેલ છૂટ કોર્ટે ફગાવી દીધી છે. આ બાંધકામ ગેરકાયદે હોવાની નોંધ કરતા દિંડોશી કોર્ટે કંગનાને કોઈ પણ જાતની રાહત આપવાનો નકાર આપ્યો હતો. જો કે આ પ્રકરણે હાઈ કોર્ટમાં દાદ માગવા 6 અઠવાડિયાની મુદત આપી હતી. તેથી કંગના વિરુદ્ધ મહાપાલિકા વચ્ચેની કાયદાકીય લડાઈનો આ બીજો અંક કોર્ટમાં ચાલુ છે.

સેશન્સ કોર્ટે શા માટે નકાર આપ્યો હતો? - ખાર ખાતેની ઓર્કિડ પ્લાઝા નામની આલિશાન ઈમારતમાં પાંચમા માળે કંગનાના 3 ફ્લેટ છે. આ ત્રણેય ફ્લેટ એણે ભેગા કર્યા હતા. જો કે આમ કરતા ઈમારતના પ્લાનમાંના મુખ્ય સ્ટ્રકચરમાં ફેરફાર કર્યા હોવાથી મહાપાલિકાએ કંગનાને 26 માર્ચ 2018ના નોટિસ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો