તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કાયદેસર કાર્યવાહી રદની કંગનાની માગણી ફગાવાઈ

મુંબઈ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાવેદ અખ્તરની બદનામીના આરોપની નોંધ

બોલીવુડના વરિષ્ઠ ગીતકાર જાવેદ અખ્તરની બદનામી કર્યાના આરોપની નોંધ લેતા મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટે શરૂ કરેલી કાનૂની કાર્યવાહી રદ કરવી એવી કંગના રણૌતની વિનંતી દિંડોશી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. અભિનેતા સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા પછી રિપબ્લિક ટીવી પર આ ચેનલના મુખ્ય તંત્રી અર્ણબ ગોસ્વામીએ લીધેલી મુલાકાતમાં કંગનાએ મારા પર પાયા વિનાના આરોપ કર્યા અને નાહક મારી બદનામી કરતા વક્તવ્ય કર્યા એવી ફરિયાદ અખ્તરે એડવોકેટ જય ભારદ્વાજ મારફત અંધેરી કોર્ટમાં કરી છે. આ બાબતે પોલીસના અહેવાલની નોંધ લેતા કોર્ટે કંગનાને સમન્સ બજાવ્યા હતા.

એ હાજર ન થઈ એટલે એના વિરુદ્ધ મેજિસ્ટ્રેટ એ.એ.ખાને 1 માર્ચના પ્રોસેસ જારી કરીને એના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. એના વિરુદ્ધ કંગનાએ એડવોકેટ રિઝવાન સિદિકી મારફત સેશન્સ કોર્ટમાં ફેરવિચાર અરજી કરી હતી.મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટે બજાવેલ સમન્સ અને શરૂ કરેલી કાયદેસર કાર્યવાહી રદ કરવી એવી વિનંતી એણે કરી હતી. આ બાબતની સુનાવણીના અંતે એડિશનલ સેશન્સ જજ એસ.યુ.બઘેલે ચુકાદો જાહેર કરતા અરજી ફગાવી દીધી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન કંગનાએ કોર્ટમાં હાજરી આપ્યા બાદ મેજિસ્ટ્રેટે થોડા દિવસ પહેલાં કંગનાની વિરુદ્ધ વોરંટ રદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો