માનહાની કેસ:ધરપકડનો ઈશારો મળી જતાં જ કંગના રણૌત કોર્ટમાં હાજર થઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંગના અને અખ્તર પ્રથમ વખત આમનેસામને, એકબીજા સાથે વાત ન કરી

બોલીવુડ અભિનેત્રી કંગના રણોતને માનહાની પ્રકરણે આગામી સુનાવણીમાં ગેરહાજર રહેશે તો ધરપકડનું વોરંટ બજાવવામાં આવશે એવો ઈશારો અંધેરી કોર્ટે આપ્યો હતો. એ પછી આખરે કંગના રણૌત સુનાવણી માટે સોમવારે કોર્ટમાં હાજર થઈ હતી. કંગના કોર્ટમાં પહોંચી એ પહેલાં ગીતકાર જાવેદ અખ્તર પણ કોર્ટમાં પહોંચ્યા હતા.

બંને આમનેસામને થયા હતા પણ એકબીજા સાથે વાત કરી નહોતી. જજે બંનેને ફક્ત તેમના નામ પૂછ્યા હતા. કોર્ટમાં થોડી વારની સુનાવણીમાં એના વકીલે કાઉન્ટર એપ્લીકેશનની વાત રજૂ કરી હતી. એના પછી કોર્ટે આ મામલાની સુનાવણી 15 નવેમ્બરના રાખી હતી. કંગના આ પહેલાં સતત બે વખત કોર્ટના આદેશ છતાં પણ કોર્ટમાં હાજર થઈ નહોતી. એ પછી અંધેરી કોર્ટે સખત ભૂમિકા સ્વીકારતા જણાવ્યું હતું કે 20 સપ્ટેમ્બરના અભિનેત્રી કોર્ટમાં હાજર નહીં થાય તો એના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે. કંગનાના વકીલે કોવિડના સંક્રમણની વાત રજૂ કરતા કેટલાક દિવસ માટે છૂટ આપવાની માગણી કરી હતી. એ પછી કોર્ટે છ દિવસની રાહત આપતા 20 સપ્ટેમ્બરના સુનાવણી રાખી હતી. કોર્ટે કંગના વિરુદ્ધ સૌ પ્રથમ ફેબ્રુઆરીમાં સમન્સ જારી કર્યું હતું.

સોમવારની કાર્યવાહી પહેલાં કંગના તરફથી એના વકીલે કોર્ટમાં કાઉન્ટર એપ્લીકેશન દાખલ કરી હતી. કોર્ટે આ એપ્લીકેશનનો સ્વીકાર કરતા સુનાવણી 1 ઓકટોબર સુધી મોકૂફ રાખી હતી. કંગનાએ એની સાથે કેસ ટ્રાન્સફરની અરજી પણ દાખલ કરી છે. કંગનાએ જણાવ્યું કે સુનાવણી વિના, સાક્ષીદારોની સાક્ષી વિના બે વખત વોરંટ જારી કરવાનું કોર્ટે જણાવ્યું હતું. એટલે કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

કંગના તરફથી દાખલ કરવામાં આવેલી એપ્લીકેશનમાં જાવેદ અખ્તર પર એક્સોટોર્શનની કલમ ઈંડિયન પીનલ કોડની 383,384,387,503,506, r/w 44, 33 કલમ હેઠળ કેસ દાખલ કરવાની માગણી કરી છે. આ પ્રકરણે હવે આગામી સુનાવણી 15 નવેમ્બરના થશે.

અન્ય સમાચારો પણ છે...