લોકાર્પણ:કાંદિવલીના બગીચાને લેજન્ડરી પત્રકાર કાન્તિ ભટ્ટનું નામ આપ્યું

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનુભાવોની હાજરીમાં પદ્મશ્રી મનોજ જોશીએ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું

‘હું કાન્તિ ભટ્ટને ક્રાંતિસૂર્ય પત્રકાર કહેવાનું પસંદ કરું છું. તેમણે નિષ્ઠાપૂર્વક અને છેલ્લા શ્વાસ સુધી ગુજરાતી પત્રકારત્વ કર્યું. તેમની યાદમાં આજે મુંબઈના મિની ગુજરાત ગણાતા કાંદિવલીમાં તેમના નામના ગાર્ડનનું ઉદઘાટન થયું એ ગુજરાતીઓ માટે જ નહીં પણ મુંબઈગરા માટે વિશિષ્ટ ઘટના છે.’ 2022ના પ્રથમ દિવસે લેજેન્ડરી પત્રકાર કાન્તિ ભટ્ટનું નામ જે બગીચાને આપવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરતા નાટ્ય-ફિલ્મ અભિનેતા મનોજ જોશીએ કહ્યું હતું.લોકાર્પણ પ્રસંગે અતિથિવિશેષ તરીકે નગરસેવિકા બીના પરેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

એ ઉપરાંત ઋષિતુલ્ય વૈજ્ઞાનિક જે.જે. રાવલ, વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ ઘેલાણી, તરુબેન કજારિયા તેમ જ કાન્તિભાઈના દાયકાઓ જૂના સાથી એવા ન્યુઝપેપર વિક્રેતા ભરત મહેતા અને કાન્તિભાઈના ચાહકો અને પ્રશંસકો હાજર રહ્યા હતા.ડૉ. જે.જે. રાવલે કહ્યું હતું કે કાન્તિભાઈ વિજ્ઞાન અંગેના લેખ લખતા ત્યારે પોતાની માહિતી સાચી છે કે નહીં એની ચકાસણી કરવા મને ફોન કરતા હતા. આ પ્રકારે ઝીણવટપૂર્વક લેખ લખનારા હવે પ્રમાણમાં ખૂબ ઓછા લોકો છે.

આ વિસ્તારના નગરસેવિકા બીનાબેન દોશીએ અથાક પ્રયાસ કર્યા હતા જેના પરિણામે આ ઉદ્યાનને કાન્તિ ભટ્ટનું નામ મળી શક્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા બીનાબેને કહ્યું હતું કે કાન્તિ ભટ્ટ જેવા આપણા ગુજરાતી પત્રકારો, સાહિત્યકારો અને મહાનુભાવોના નામે ફક્ત મુંબઈમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પણ આ પ્રકારના સંકુલો કે માર્ગ થવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...