તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અશ્લીલ ફિલ્મો બનાવવા સંબંધે કાંદિવલીની ફિલ્મમેકરની ધરપકડ

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટીવી સિરિયલોની આડમાં અશ્લીલ ફિલ્મો અને વિડિયો ઉતારવાના કાવતરાનો પર્દાફાશ
 • શર્લીન ધરપકડ ટાળવા હાઈ કોર્ટમાઃ અનેક અભિનેત્રી- મોડેલો, કેમેરામેન દુબે, ફિલ્મમેકર ઝુનઝુનવાલા અને રાજ કુંદ્રાની સંડોવણી

ફિલ્મ, વેબ સિરીઝ, ટીવી સિરિયલોની આડમાં અશ્લીલ ફિલ્મો અને વિડિયો ઉતારીને ધૂમ કમાણી કરવાના વધુ એક કાવતરાનો એક સમાજસેવકે પર્દાફાશ કર્યા પછી મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ સેલ દ્વારા કાંદિવલી પૂર્વમાં આકુર્લી રોડ ખાતે રહેતી ફિલ્મમેકર મિતા રામનિરંજન ઝુનઝુનવાલા (46)ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં જેનો અશ્લીલ વિડિયો ઉતારવામાં આવ્યો હતો તે અભિનેત્રી શર્લીન ચોપરાએ ધરપકડ થવાના ડરથી મુંબઈ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

મધુકર કૃષ્ણા કેણીએ પોર્ન ફિલ્મ અને વિડિયોઝ ઉતારીને દેશવિદેશમાં તગડી કિંમતે વેચવામાં આવે છે એવી માહિતીને આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં કૂકુ, ઉલ્લુ, ન્યુફ્લિક્સ, ફેનિયો, ફ્લિઝમુવીઝ, હોટશોટ્સ, પ્રાઈમફ્લિક્સ, હોટમસ્તી, પ્રીમિયમ ઓટીટી ટીવી, હોટવેબ સિરીઝ 2020, બનાના પ્રાઈમ, વેટફ્લિક્સ, ચિકૂફ્લિક્સ, જોલુ એપ, ગુંજન આરસ ઓટીટી, હોટપ્રાઈમ જેવાં ઓટીટી મંચો પર પોર્ન ફિલ્મો, વિડિયો, વેબસિરીઝ ચલાવવામાં આવે છે એવી જાણકારી મળી હતી.

તેમણે આ મંચો પરના કલાકારો, ડાયરેક્ટર, કાસ્ટિંગ ડાયરેક્ટર, પ્રમોટર, માલિકો સહિતની વિગતો કઢાવીને સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં બે વેબસાઈટ પર પૂનમ પાંડે, શર્લીન ચોપરાના પણ અશ્લીલ અને બીભત્સ વિડિયો મળી આવ્યા હતા. ઉપરાંત અનેક મોડેલ્સના વિડિયો તેની પર મળી આવ્યા હતા.સાઈબર સેલમાં ફરિયાદ પછી એક ટીમને વિશ્વસનીયતા તપાસ કરવા માટે કામે લગાવવામાં આવી હતી, જેમાં આ ગોરખધંધો મોટે પાયે ચાલી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

એક ફિલ્મમાં શર્લીન ચોપરા બાથરૂમમાં સંપૂર્ણ નગ્નાવસ્થામાં શરીર પર ચોકલેટ જેવું લિક્વિડ લગાવીને શરીરનું અશ્લીલ પ્રદર્શન કરતી જોવા મળી હતી.આને આધારે શર્લીન ચોપરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ત્રણ વાર સમન્સ મળ્યા પછી ધરપકડ થવાની શક્યતા જોતાં તેણે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં નકારી કઢાતાં હાઈ કોર્ટમાં અરજી કરી છે. હાઈ કોર્ટે 15 એપ્રિલ પર તેની સુનાવણી રાખી છે. આ દરમિયાન કોર્ટના નિર્દેશથી 15મીથી 17મી માર્ચ સુધી ત્રણ દિવસ સતત શર્લીનની પોલીસે પૂછપરછ કરી હતી.

રાજુ દુબે, રાજ કુંદ્રાની સંડોવણી
શર્લીન ચોપરાએ પૂછપરછમાં કેમેરામેન રાજુ દુબે, ફિલ્મમેકર મિતા ઝુનઝુનવાલા ઉપરાંત રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો ઉતારવામાં સંડોવણી હોવાનું જણાવ્યું હતું. આ પરથી રાજુ રામપ્યારે દુબેને 24 માર્ચે અને મિતાને 23 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં. જોકે બંને હાજર થયાં નહોતાં. આખરે દુબેને 31 માર્ચે પકડીને આખરી પૂછપરછ કરતાં શર્લીનનું બાથરૂમનું શૂટ તેણે કર્યું હતું અને મિતા ઝુનઝુનવાલાએ ત્યાં હાજર રહીને ડાયરેક્શન કર્યું હોવાનું કબૂલ કર્યું હતું, જેને આધારે તે દિવસે રાજુની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મિતાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. હજુ ઘણી મોટી હસ્તીઓની ધરપકડ થવાની શક્યતા છે.

પોલીસ હવે શું તપાસ કરી રહી છે
અશ્લીલ વિડિયો ક્યાં અપલોડ કરાયા, આવા વિડિયો બનાવવા કોઈ કરાર થતા હતા, કોના કહેવાથી શૂટિંગ કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે આવા વિડિયો કે ફિલ્મ પ્રસારિત કરે છે, પરંતુ તેનાથી સમાજ પર ખાસ કરીને યુવા વર્ગ પર માઠી અસર થાય છે. આથી આ કેસના ઊંડાણમાં ઊતરવાનું જરૂરી છે, એવી રજૂઆત સાઈબર સેલના પીઆઈ રાજેશ સરદેસાઈએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો