નિર્ણય:કલ્યાણ-ડોંબીવલી, નવી મુંબઈ, વસઈ પાલિકાની ચૂંટણી ઠેલાઈ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુસભ્ય વોર્ડ રચનાના અધ્યાદેશ પર રાજ્યપાલ કોશ્યારીએ સહી કરી

અન્ય પછાતવર્ગની (ઓબીસી) રદ થયેલ રાજકીય અનામત ફરીથી લાગુ થાય ત્યાં સુધી ચૂંટણીઓ ઠેલવાના એક ભાગ તરીકે રાજ્યની મહાપાલિકાઓમાં ફરીથી બહુસભ્ય વોર્ડ પદ્ધતિ લાગુ કરવાના અધ્યાદેશ પર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સહી કરી હતી. તેથી મુંબઈ છોડીને અન્ય મહાપાલિકાઓમાં ત્રણ સભ્ય અને નગરપાલિકાઓમાં બે સભ્ય વોર્ડ પદ્ધતિનો માર્ગ ખુલ્યો હતો.

ભાજપ-શિવસેના યુતિ સમયમાં બહુસભ્ય વોર્ડ પદ્ધતિ રાજકીય દષ્ટિએ ફાયદાકારક ન હોવાની ટીકા કરતા મહાવિકાસ આઘાડી સરકારે સત્તા બદલાવ થતા જ ફડણવીસ સરકારનો નિર્ણય રદ કરીને એક સભ્ય વોર્ડ પદ્ધતિ અનુસાર ચૂંટણીઓ લેવા માટે કાયદામાં ફેરફાર કર્યો હતો. એ અનુસાર ચૂંટણી આયોગે કલ્યાણ-ડોંબીવલી, નવી મુંબઈ, કોલ્હાપુર, વસઈ-વિરાર અને ઔરંગાબાદ મહાપાલિકાની એક સભ્ય વોર્ડ રચના અનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી હતી. તેમ જ આગામી વર્ષે ફેબ્રુઆરી-એપ્રિલ દરમિયાન થનાર મુંબઈ, થાણે સહિત 18 મહાપાલિકાઓની ચૂંટણીની તૈયારી આયોગે શરૂ કરી છે. એ અનુસાર એક સભ્ય વોર્ડ પદ્ધતિ અનુસાર વોર્ડની રચના કરવાનો આદેશ મહાપાલિકાઓને આપવામાં આવ્યો હતો.

ચૂંટણીઓ ઠેલાવાનું કારણ
બહુસભ્ય વોર્ડ પદ્ધતિ હવે અસ્તિત્વમાં આવવાથી કલ્યાણ-ડોંબીવલી, નવી મુંબઈ, વસઈ-વિરાર, કોલ્હાપુર અને ઔરંગાબાદ મહાપાલિકા તેમ જ 100 નગરપાલિકાઓની ચૂંટણીઓ ઠેલાશે. આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી પછી લેવાની રાજ્ય ચૂંટણી પંચની તૈયારી થઈ હતી. પણ બહુસભ્ય વોર્ડ પદ્ધતિના કારણે ફરીથી વોર્ડની રચના કરવી પડશે. એમાં ત્રણ-ચાર મહિનાનો સમય જશે. તેથી મહાપાલિકાઓની ચૂંટણી એપ્રિલ-મે સુધી થવાની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...