તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કલ્પિતા પિંપળેએ ઠાકરેને કહ્યું, હુમલાખોરોને સજા થવી જોઈએ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તમે ચિંતા નહીં કરો, હુમલાખોરોને કડક સજા કરીશું

થાણે મહાપાલિકાના માજિવાડા વોર્ડ સમિતિના સહાયક આયુક્ત કલ્પિતા પિંપળેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક વિનંતી કરી હતી. મુખ્યમંત્રીએ પિંપળેની તબિયતના ખબર પૂછવા ફોન કર્યો હતો. પિંપળે ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં ગંભીર જખમી થયા છે. પિંપળે અત્યારે થાણેની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પિંપળેની તબિયતની ખબર પૂછવા મુખ્યમંત્રીએ ફોન કરીને તેમની સાથે વાત કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ કલ્પિતાની હિંમતના વખાણ કર્યા હતા. પછી પિંપળેએ તેમને એક વિનંતી કરી હતી.

થાણે મહાપાલિકા કમિશનર ડો. વિપિન શર્માએ કલ્પિતા પિંપળેની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરાવી હતી. કલ્પિતાએ ફોન લેતા જ મુખ્યમંત્રીએ તમારા વખાણ કયા શબ્દોમાં કરવા. હું તમને વચન આપું છું કે તમે સાજા થયા પછી કાર્યવાહી કરશો એમ જણાવો છો પણ હવે એ જવાબદારી અમારી છે. તમે ચિંતા ન કરો. ઝટ સાજા થાવ એમ જણાવ્યું હતું. એ પછી પિંપળેએ મુખ્યમંત્રીને જણાવ્યું કે તમને એક વિનંતી કરું છું કે આ પ્રકરણમાં જે ગુનેગારો છે તેમને સજા થવી જોઈએ. એ પછી મુખ્યમંત્રીએ હા પાડતા જણાવ્યું કે તમે ચિંતા ન કરો, ઝટ સાજા થાવ. દોષીઓને ચોક્કસ સજા થશે અને કઠોર સજા થશે.

આ સમયે મુખ્યમંત્રીએ હુમલો થયા પછી પિંપળેને મળવા શા માટે જઈ શક્યા નહીં એની માહિતી આપી હતી. મને દરરોજ રિપોર્ટ મળે છે. એમાં નાહક રાજકારણ ન જોઈએ એટલે ફોન કરવાનું અને મળવાનું ટાળ્યું છે. આરોપીઓને સખત સજા થશે. એની ચિંતા તમે ન કરો એમ જણાવ્યું હતું. પ્રકરણ શું છે? : છેલ્લા થોડા દિવસોથી થાણે મહાપાલિકાએ રસ્તામાં અડચણ ઊભી કરતા ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...