સફારીનો આનંદ હવે રાતે પણ:મહાબળેશ્વર, સાતારા, જાવલીમાં 21 માર્ચથી રાત્રે જંગલ સફારીનો પ્રારંભ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ નિમિતે વન વિભાગના કર્મચારીઓ રાત્રે પેટ્રોલિંગ કરી શકશે

સાતારા, જાવલી અને મહાબળેશ્વર તાલુકામાં પર્યટન માટે આવતા પર્યટકો હવે રાતના સમયે જંગલ સફારીનો આનંદ માણી શકશે. વન વિભાગે આ નોખો ઉપક્રમ શરૂ કર્યો છે. આ નિમિતે વન વિભાગના કર્મચારીઓ રાત્રે પેટ્રોલિંગ કરી શકશે એવી માહિતી ઉપવન સંરક્ષક મહાદેવ મોહિતેએ આપી હતી. ખાસ વાત એટલે સાતારા જિલ્લામાં આ પ્રથમ ઉપક્રમ છે. પર્યટકોએ રાતની જગંલ સફારીની મજા માણવી એવી હાકલ મોહિતેએ કરી છે.

કાસ ફ્લાવરવેલી વિશ્વમાં જાણીતી છે. ઉપરાંત મહાબળેશ્વર, જાવલી અને સાતારા તાલુકામાં મોટા પ્રમાણમાં કુદરતી સાધનસંપતિ, જંગલ છે. વન વિભાગની હદમાં કેટલાક પર્યટન સ્થળ છે. એનો વિચાર કરીને વૈશ્વિક વન દિનનું ઔચિત્ય સાધીને એટલે કે 21 માર્ચ 2022થી મહાબળેશ્વર, જાવલી અને સાતારા તાલુકામાં પર્યટકો, પર્યાવરણ અને વન્ય પ્રેમીઓ માટે રાતના જંગલ સફારીની સુવિધા ઊભી કરી આપવામાં આવશે. એના માટે 4 સફારી વાહનનો ઉપયોગ કરવામાં આવશે. મહાબળેશ્વરથી કાસ, તાપોળા, પ્રતાપગડ, પાર અને સાતારા ખાતેથી બામણોલી, મુનાવળે, અંબવડે, ઠોસેઘર, ચાળવેવાડી ખાતે સફારી વાહન દ્વારા પર્યટકોને જંગલની સફારી કરાવવામાં આવશે એમ મોહિતેએ જણાવ્યું હતું.

જંગલ સફારીનો અનુભવ લેતા સમયે પર્યટકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે, દરેક સફારી વાહન સાથે અથવા પાછળ 6 થી 8 જણની વન વિભાગ અને સંયુક્ત વ્યવસ્થાપન સમિતિની એક ટીમ હશે. ઉપરાંત સુરક્ષા માટે એક વાયરલેસ ફોન આપવામાં આવશે. રાતના જંગલ સફારી કરતા પર્યટકોને વન્ય પ્રાણીઓ જોવા મળશે, રાતની ચાંદનીમાં પાણીના ધોધ, શિકસાગર તળાવ જોવાની તક મળશે. પર્યટકો રાતના સમય જંગલની સફારીનો આનંદ ઉઠાવી શકે, મહાબળેશ્વર, જાકલી, સાતારા તાલુકામાં પર્યટનને મોટા પ્રમાણમાં ઉતેજન મળે, સ્થાનિક યુવાનોનો કામધંધો મળે એ જ આ ઉપક્રમ પાછળનો ઉદ્દેશ છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ગુજરાત સહિત બીજા ઠેકાણેથી પર્યટકોનો પ્રવાહ : મહાબળેશ્વર, જાવલી અને સાતારા તાલુકામાં પર્યટન માટે આવતા પર્યટકોની સંખ્યા ઘણી છે છતાં એમાં પુણે, મુંબઈ, સાંગલી, કોલ્હાપુર તેમ જ ગુજરાત સહિત બીજા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં પર્યટકો આવે છે. રાતના જંગલ સફારી ઉપક્રમ શરૂ થયા પછી મહાબળેશ્વર, બામણોલી, તાપોળા, કાસ અને ઠોસેઘર ખાતે પર્યટન સાથે હોટેલ વ્યવસાયમાં પણ વધારો થશે.

વેબસાઈટ, શુલ્ક બાબતે રૂપરેખા ટૂંક સમયમાં
રાતના જંગલ સફારીનો અનુભવ માણવા પર્યટકોએ કઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરવું, વ્યક્તિદીઠ કેટલા રૂપિયા શુલ્ક લેવું એની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ બાબતની માહિતી 18 કે 19 માર્ચના પ્રસારમાધ્યમોને આપવામાં આવશે. આ ઉપક્રમની જવાબદારી જે તે સ્થાનિક સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિને સોંપવામાં આવશે. આ ઉપક્રમને પર્યટકો તરફથી સારો પ્રતિસાદ મળશે તો સાતારા જિલ્લા બીજા ઠેકાણે પણ આ ઉપક્રમનો વ્યાપ વધારવામાં આવશે.

શિકાર પર અંકુશ આવશે
અનેક વખત પીવા માટે પાણી શોધવા પોતાના રહેઠાણમાંથી બહાર નીકળીને વન્યપ્રાણીઓ શહેરમાં આવતા હોવાનું દેખાયું છે. તેથી વન વિભાગ દ્વારા મોટા ભાગના ઠેકાણે વન્યપ્રાણીઓ માટે તલાવડી તૈયાર કરવામાં આવી છે. રાતની જંગલ સફારીના ઉપક્રમના લીધે વન્યપ્રાણીઓનો થતો શિકાર બંધ કરવામાં મદદ થશે. આ સફારી નિમિતે વન વિભાગના કર્મચારીઓ રાતના સમયે પેટ્રોલિંગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...